________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૩૭. ૩) બે ઘડીમાં એક સમય બાકી રહે તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય.
(શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડા)-પૃ.૩૬૨) સંમૂર્પ્સિમ મનુષ્ય પર્યાપ્તા થતા નથી નિયમો (અપર્યાપ્તા થઈને) જ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે. છતાં બધાનું આયુષ્ય સરખું ન હોય. એમાં ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા અસંખ્યતા સમયનો ફરક હોઈ શકે. કારણ કે બધા જીવોને પર્યામિ પૂર્ણ કરતા એક સરખો સમય ન લાગે. સંમૂર્છાિમ મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત આપ્યું છે. જો એક સરખો જ સમય લાગતો હોત તો “અજઘન્યા અઉત્કૃષ્ટ મૂક્યું હોત.
એવી જ રીતે અપર્યાપ્તા જીવોની કાયસ્થિતિમાં પણ અપર્યાપ્તાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહી છે. જેથી સિદ્ધ થાય છે કે અપર્યાપ્તા જીવોમાં પણ બધાની સ્થિતિ એકસરખી ન હોય પણ ઓછી વધુ હોય. ૧૮૧.... કાલ સંખ્યા તો તસ કહીઉ કાયસ્પતિ જીવ ત્યાંહા પણ રહીઓ.
સંમૂચ્છેિમ મનુષ્યની કાયસ્થિતિ સંખ્યાતા કાળની છે. તે ૮ ભવ આશ્રી ૮ અંતર્મુહૂર્તની સમજવી.
શ્રી પન્નવણા સૂત્ર ૧૮ માં પદમાં કાયસ્થિતિનું વર્ણન છે ત્યાં સંમૂચ્છિમાં મનુષ્યની અલગ કાયસ્થિતિ આપી નથી. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૪ માં ગમ્મા અધિકારમાં સંમૂર્છાિમ મનુષ્યના જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ બતાવ્યા છે તેથી સિદ્ધ થાય છે કે સંમૂર્છાિમ મનુષ્યની કાયસ્થિતિ ૮ અંતર્મુહૂર્તની છે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અહીં પાંચેનુ અલગ અલગ આયુષ્ય ગાથા ૧૯ર થી ૧૯૪માં આપ્યું છે. ૧૯૭માં કાયસ્થિતિ છે.
ગર્ભજ તિર્યંચમાં પાંચ પ્રકારના તિર્યંચોનું આયુષ્ય અલગ અલગ છે. જલચરનું પૂર્વક્રોડનું આયુષ્ય, ઉરપરિસર્પનું પૂર્વક્રોડનું આયુષ્ય, ખેચરનું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું આયુષ્ય, ભુજપરિસર્પનું પૂર્વક્રોડનું આયુષ્ય, સ્થળચરનું ત્રણ પલ્યોપમનું જુગલિયા અને ૧ લા આરા આશ્રી જાણવું. પક્ષીનું પણ પલ્યનો અસંખ્યાતમો ભાગ આયુ જુગલિયા આશ્રી હોય. બધાનું જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું હોય.
કાયસ્થિતિ સાત કે આઠ ભવની સંજ્ઞી મનુષ્યવત્ જાણવી. સંમૂર્છાિમ તિર્યંચની ભવસ્થિતિ અને કાયસ્થિતિ - ગાથા ક્રમ ૨૦૩ થી ર૦૭માં બતાવી છે જે નીચે પ્રમાણે છે.
જળચરની - પૂર્વક્રોડ, ઉરપરિસર્પ - પ૩,૦૦૦ વર્ષ, ભ જપરિસર્પ - ૭૨,૦૦૦ વર્ષ (ભુજપરિસર્પ ની આ સ્થિતિ યોગ્ય નથી. પ્રજ્ઞાપના પ્રમાણે ૪૨૦૦૦ વર્ષ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, થોક સંગ્રહ દંડક, જીવવિચાર પ્રકરણ પ્રમાણે), પક્ષીનું - ૭૨,૦૦૦ વર્ષ, સ્થળચરનું - ૮૪,૦૦૦ વર્ષ.
અહીં કાયસ્થિતિ સાત ભવની કહી છે. પણ સંમૂર્છાિમ તિર્યંચની કાયસ્થિતિ