________________
339
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૧૧૬ ભવ તસ સંખ્યાતા કાયસ્થતિ રહિ જીવડો એ...
ચૌરેન્દ્રિયની ભવસ્થિતિ છ મહિનાની છે અને કાયસ્થિતિ સંખ્યાતા ભવની છે. પંચેન્દ્રિય - ૧૨૨ તેત્રીસ સાગર આયુ ભાખ ૧૩૦ ... હજાર સાગર જાઝાં કહઈ, પંચેંદ્રિઅપણું તસ રહઈ.
કાયસ્નતિ ભવ વ્યવરી કહું
પંચેન્દ્રિયનું આયુષ્ય તેત્રીશ સાગરોપમનું છે. અને કાયસ્થિતિ ૧૦૦૦ સાગર ઝાઝેરી પંચેન્દ્રિયની કાયસ્થિતિ છે. અહીં સુધી બધાના ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યા છે જઘન્ય આયુષ્ય બધાના અંતર્મુહૂર્ત છે.
દેવ - ૧૪૨ તેત્રીસ સાગર આઉખૂ એ યગન તો દસ હજાર તો,
કાયસથતિ સુર રહઈ વલી એ, તેત્રીસ સાગર સાર તો.
દેવની ભવસ્થિતિ હોય એ જ કાયસ્થિતિ હોય કારણ કે દેવ મરીને ક્યારેય પાછા તરત દેવ ન થઈ શકે વચ્ચે એક ભવ તિર્યંચ, મનુષ્યનો થાય પછી દેવ થઈ શકે માટે સળંગતા ન જળવાતી હોવાથી દેવની કાયસ્થિતિ ભવસ્થિતિ જેટલી જ હોય.
દેવની ભવસ્થિતિ જઘન્ય ૧૦૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. કાયસ્થિતિ પણ એટલી જ છે.
મનુષ્ય (૧) ગર્ભજ મનુષ્ય-૧૪૯ ઉંતકષ્ટી ત્રણ ગાઊં કાય, ત્રણિ પલ્યોપમ પોઢું આય, ૧૫૦ યગન શરીર હુઈ એક હાથ, અતરમૂરત આય વીખ્યાત,
કાયસ્થિતિ એ માનવ રહઈ, સાત, આઠ ભવ જિનવર કહઈ.
-
મનુષ્યની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. કાયસ્થિતિ · સાત કે આઠ ભવની. સાત ભવ સુધી પૂર્વક્રોડનું ઉત્કૃષ્ટ આયુષ્ય પ્રાપ્ત કરી શકે પછી આઠમો ભવ જુગલિયા મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. જુગલિયા નિયમા દેવગતિમાં ઉપજે તેથી મનુષ્ય ન થઈ શેક એ અપેક્ષાએ ૭ પૂર્વક્રોડ અને ત્રણ પલ્યોપમ અધિક મનુષ્યની કાયસ્થિતિ સમજવી જોઈએ.
(૨) સંમૂર્ચ્છિમ મનુષ્ય
૧૮૦ યગન ઉત્કૃષ્ટ સુર્ખ આયુ, અંતરમુરત કહિ જિનરાય, અંતરમુરત અસંખ્યા ભેદ, વીીિં ભાખ્યું તે સહી વેદ.
સંમૂર્ચ્છિમ મનુષ્યનું આયુષ્ય જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું હોય. અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ ભગવાન મહાવીરે ભાખ્યા છે એનો સૂચિતાર્થ આ પ્રમાણે છે. સંમૂર્છિમ મનુષ્યમાં ત્રણ કે ચાર કે પાંચ પર્યાપ્તિ બાંધતા જેટલો સમય થાય એટલા સમયવાળું અંતર્મુહૂર્ત લેવું. તે અસંખ્યાતા સમયવાળું સમજવું.
અંતર્મુહૂર્તના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ છે. તેમાં ૧) બે સમયથી લઈને નવ સમય સુધીનું જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય.
૨) તે પછીનું અંતર્મુહૂર્ત દશ સમયનું, અગિયાર સમયનું એમ એક એક સમય ગણતાં મધ્યમ અંતર્મુહૂર્તના અસંખ્યાતા સમયવાળા અસંખ્યાતા ભેદ થાય છે.