________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૩૫ જીવોની કાયસ્થિતિ જાન્ય અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તના કાળની છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અસંખ્ય ચોવીસી વીતી જાય.
ત્રસગતિમાં જીવની બે હજાર સાગરોપમ ને સંખ્યાત વર્ષ અધિક રહેવાની સ્થિતિ છે.
જીવવિચારમાં ભવસ્થિતિ આયુષ્ય અને કાયસ્થિતિનું નિરૂપણ - એકેન્દ્રિય - ૭૧ છઈ દસ હજાર વરસનું આય... ૭૭ કાયઋતિ જીવ કેતુ રડઈ ઉશ્નપણી અવશ્રપણી કહઈ, અસંખ્યાતી તે પણ કહ્યું એક ભેદ વલી બીહુ લહુ. ૭૮ અનંતકાય માંહા રહઈ જીવ ઘણું, ઉશ્રપણી અવસર્ષણી ભણું, સોય અનંતી સહી પણિ કહુ...
અહીં એકેન્દ્રિયમાં પ્રત્યેક વનસ્પતિની અવગાહના બતાવી છે. એના અનુસંધાનમાં આયુષ્ય ૧૦ હજાર વર્ષનું કહ્યું છે.
કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી ને અવસર્પિણી ચાર સ્થાવર અને બાદર પ્રત્યેક વનસ્પતિ આશ્રી છે અને અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ નિગોદ - સાધારણ - વનસ્પતિ માટે છે.
પૃથ્વી આદિ પાંચ સ્થાવરની ભવસ્થિતિ આયુષ્ય અને કાયસ્થિતિ. ૨૯૧ પ્રથમ કહીઈ પ્રથવીકાય, બાબીસ હજાર તસ આય. ૨૯૩... સાત હજાર વરસ જલ આય, વનસપતી દસ સહિંસિ થાય. ૨૯૪ અગ્યન તણૂં આઉં ત્રણિ રાતિ, ત્રણિ હજાર વાઉની જાતિ, ૨૯૭ સીત્યરિ ક્રોડાક્રોડિ સાગર રહઈ, કાયસ્થતિં ત્રીભોવનપતિ કહઈ
પૃથ્વી આદિની ભવસ્થિતિ - પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષની, અપકાયની ૭,૦૦૦ વર્ષની, વનસ્પતિ ૧૦,૦૦૦ વર્ષની, તેઉકાયની ત્રણ અહોરાત્રિની, વાઉકાયની ૭૦૦૦ વર્ષની, કાયસ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની કહી છે. પાંચે બાદર સ્થાવરની આ કાયસ્થિતિ છે.
બેઈદ્રિયની ભવસ્થિતિ (આયુષ્ય) અને કાયસ્થિતિ. ૯૫ ... બાર વર્ષ બેઅંકી જીવઈ... ૯૭ કાયઋતિ ભવ રહઈ સંખ્યાતા બેઅંદ્રી માંહા ફરતા હો...
બેઈન્દ્રિયનું આયુષ્ય ૧૨ વર્ષનું છે અને કાયસ્થિતિ સંખ્યાતા ભવ આશ્રી. સંખ્યાતા કાળની છે. તેઈન્દ્રિય - ૧૦૪... આઉ કહું દિન ઓગણપચાસ,
૧૦૫. કાયસ્થિતિ સંખ્યા ભવ રહિ. તેઈન્દ્રિયનું આયુષ્ય ૪૯ દિવસનું અને કાયસ્થિતિ સંખ્યાતા ભવની. ચોરેન્દ્રિય - ૧૧૨ આઉ ષટ્ મહિના.