________________
૩૩૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ત્રણ પલ્યોપમ + પૃથફ પૂર્વક્રોડની છે. (જીવાભિગમ સૂત્ર પૂ. ઘા. મ.સા. ૯/૨૨૫)
પૃથક પારિભાષિક શબ્દ છે એનો અર્થ છે બે થી નવ સુધી. અહીં તિર્યંચ સાત કે આઠ ભવ કરે છે માટે સાત પૂર્વક્રોડ લેવાના અને ત્રણ પલ્ય જુગલિયા આશ્રી લેવાનો. કોઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવ સાત ભવ આ અવધિ (પૂર્વક્રોડ) ના કરે છે અને આઠમો ભવ તિર્યંચ જુગલિયાનો કરે છે તેથી કુલ એની કાયસ્થિતિ ત્રણ પલ્ય ને સાતા પૂર્વક્રોડ થાય છે.
મનુષ્યની સ્થિતિ પણ ત્રણ પલ્ય ને સાત પૂર્વક્રોડ પૂર્વવત્ જાણવી. ૧) સ્થિતિ - જેટલા કાળ સુધી વસ્તુ રહે છે તે સ્થિતિ છે.
| (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ (હિન્દી ભા. ૧ થી ૪) - પૃ. ૪૫૭) ૨) કોઈ ક્ષેત્રમાં સ્થિત પદાર્થની કાળ - મર્યાદાનો નિશ્ચય કરાવનાર કાળસ્થિતિ છે. ૩) પોતાના દ્વારા પ્રાપ્ત થયેલા આયુષ્યના ઉદયથી એ ભવમાં શરીરની સાથે રહેવું સ્થિતિ કહેવાય છે. તેને ભવસ્થિતિ કહેવાય છે. ૪) યોગના વશથી, કર્મ સ્વરૂપથી પરિણત પુદ્ગલ સ્કંધોનું કષાયના વશથી જીવમાં એક સ્વરૂપથી રહેવાના કાળને કાયસ્થિતિ કહે છે.
સંક્ષિપ્ત જેનદર્શન અનુસાર “સ્થિતિ એટલે આયુષ્યનો વિચાર, જીવોની જે વિવિધ પર્યાયો છે તેના આયુષ્યનો વિચાર. જીવ દ્રવ્ય નિત્ય છે પણ તે જે નાના રૂપો. - વિવિધ જન્મ ધારણ કરે છે તે પર્યાયો તો અનિત્ય છે તેથી તે ક્યારેક તો નષ્ટ થાય જ છે. આથી તેની સ્થિતિનો વિચાર કરવો છે તે પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે.”
(પ્રજ્ઞાપના પુણ્યવિજયજી પૃ.૫૮) “કોઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે તે ભવસ્થિતિ અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું તે કાયસ્થિતિ.”
| (સંક્ષિપ્ત જૈન દર્શન દિનેશ મોદી પૃ. ૮૫) પ્રજ્ઞાપના પદ ૧૮ અનુસાર -
મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
તેમની કાયસ્થિતિ પણ ભવસ્થિતિની માફક જઘન્ય અંતર્મુહૂર્ત જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે. અર્થાત્ કોઈ પણ મનુષ્ય પોતાની મનુષ્ય જાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે.
| નિગોદ આદિ યોનિમાં એક ઈંદ્રિયરૂપે, એક શ્વાસોચ્છવાસમાં (એક શ્વાસ લઈને મૂકીએ તેટલા સમયમાં) જીવ ઉત્કૃષ્ટ અઢારવાર જન્મમરણ કરે.
નિગોદ અને એકેન્દ્રિય - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના