________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૩૩ થાય છે. પુરૂષના શરીરનો સ્પર્શ થવાથી તે અભિલાષા એકદમ વધે છે જલ્દી તૃપ્ત થતી નથી.
જે કર્મના ઉદયથી સ્ત્રી પ્રત્યે ભોગની અભિલાષા થાય તે પુરૂષવેદ કહેવાય છે. તે વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જેમ તૃણ જલ્દી સળગે છે અને જલ્દી બુઝાય છે તેમાં પુરૂષનો જીવ સ્ત્રીના શરીરને જોતાં જ અથવા સ્પર્શ કરતાં જ ભોગની અભિલાષાવાળો બને છે, અને ભોગ ભોગવતાં તરત જ અભિલાષા શાંત થઈ જાય છે તેથી આ વેદ તૃણના અગ્નિતુલ્ય છે.
જે કર્મના ઉદયથી જીવને સ્ત્રી - પુરૂષ એમ ઉભય પ્રત્યે ભોગની અભિલાષા થાય તે નપુંસકવેદ સમજવો. આ વેદ નગરના અગ્નિસમાન છે. જેમ નગરમાં લાગેલી. મોટી આગ કેમે કરીને બુઝાતી નથી તેમ આ અભિલાષા કોઈ ઉપાયોથી જલદી તૃપ્ત થતી નથી. માટે નગરદાદતુલ્ય છે.” (કર્મગ્રંથ ભાગ - ૧ પૃ. ૧૦૩/૧૦૪) - આ ત્રણે વેદ હોય ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. મોક્ષમાં જવા માટે અવેદીપણું જરૂરી છે. લિંગ કોઈ પણ હોય પણ વેદ એકેય ન હોવો જોઈએ તો જ સિદ્ધ થવાય છે. સાચું સુખ અવેદીપણામાં જ મળે છે.
કાયસ્થિતિ - ભવસ્થિતિ ભવસ્થિતિ - જીવ એક જન્મમાં જેટલા કાળ સુધી જીવે છે તેને ભવસ્થિતિ કહેવાય. છે. એટલે કે આયુષ્ય. કાયસ્થિતિ - જે ભાવમાં હોય તેમાં જ મૃત્યુ પછી ફરીથી ઉત્પન્ન થાય એને કાયસ્થિતિ કહેવાય. મૃત્યુ પછી એ જ જીવનિકાયના શરીરમાં ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ.
| (તુલસીકૃત ઉત્તરાધ્યયન પૃ. ૧૮૭) દેવ અને નારકીના જીવ મૃત્યુ પછી ફરીથી દેવ કે નારકીમાં ઉત્પન્ન થતાં નથી માટે એમની ભવસ્થિતિ જ હોય છે. કાયસ્થિતિ નથી હોતી. (ઠાણાંગ ૨/૨૬૧ તોડ્યું મવિિત)
તિર્યંચ અને મનુષ્ય મૃત્યુ પછી ફરીથી મનુષ્ય ને તિર્યંચ બની શકે છે એટલે એમની કાયસ્થિતિ પણ હોય છે.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવ લગાતાર અસંખ્યાતી અવસર્પિણી ઉત્સર્પિણી પરિમિત કાળ સુધી પોત-પોતાના સ્થાનમાં જન્મ લેતા રહે છે. વનસ્પતિના જીવ અનંતકાળ વનસ્પતિમાં જ ઉત્પન્ન થઈ શકે છે. ત્રણ વિકસેંદ્રિય હજારો હજારો વર્ષ (સંખ્યાતા કાળ) સુધી પોત - પોતાની નિકાયોમાં જન્મ લઈ શકે છે. પાંચ ઈંદ્રિયોવાળા જીવ લગાતાર એક સરખા સાત - આઠ જન્મ લઈ શકે છે.
| (બૃહદ્ઘત્તિ પત્ર ૩૩૬) પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટ