________________
૩૩૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભેદની દૃષ્ટિથી વિચારીએ તો. એકાંત નપુંસક વેદવાળા ૧૫૩ ભેદ - ૨૨ સ્થાવરના + ૬ વિકસેન્દ્રિયના, + ૧૦ અસંજ્ઞી તિ. પંચે, + ૧૦૧ સમૂ. મનુ. + ૧૪ નરકના. એકાંત પુરૂષ વેદવાળા ૭૦ ભેદ – ૩ થી ૧૨ દેવલોક, + નવ લોકાંતિક, + નવ ગ્રેવે. + ૫ અનુ. + ૨ કિલ્વીષી
સ્ત્રી-પુરૂષ બે વેદવાળા ૩૦૦ ભેદ - દેવના ૧૨૮+૮૬ જુગલિયા અપ. પર્યા. = ૧૭૨ ત્રણે વેવાળા ૪૦ ભેદ- ૧૦ સંજ્ઞી તિર્યંચ પંચે. + ૧૫ કર્મભૂમિના મનુષ્ય અપર્યા.પર્યા.
કુલ ૫૬૩ ભેદ જીવવિચાર રાસમાં વેદનો ભાવ દર્શાવતી ગાથાઓ. ૫ સાસઉસાસ તે ચોથો ભેદ એકંદ્રી સહુ નપૂંસક વેદ. - એકેંદ્રિયની ગાથા ૯૩ દરસણ એક અચક્ષુણ કહીઈ, વેદ નપૂસક હોત. - બેઈન્દ્રિયની ગાથા ૧૦૫ વેદ નપૂસક તેહનિ કહિં, કાયસ્મૃતિ સંખ્યા ભવ રહિ. - તેઈન્દ્રિયની ગાથા ૧૧૫ વલી નપૂસક વેદ રે, ભવ તસ સંખ્યાતા. - ચોરેન્દ્રિયની ગાથા. ૧૩૦ ત્રણિ વેદ વલી તેહ નિ કહ, કાય ઋતિ ભવ વ્યવહરી કહુ. - પંચેન્દ્રિયની ગાથા ૧૪૦ વેદ નપૂંસક ત્યાંહા નહીએ, નહી ત્યાંહા કવલ જ આહારતો. - દેવતાની ગાથા. ૧૪૩ દેવ વીચાર વ્યવરી કહ્યો કહું હવઈ માનવ ભેદ - મનુષ્યની ગાથા.
ચ્ચાર કષાય છઈ જેહમાં, જેહનિ છઈ ત્રણ વેદ. ૧૮૧ વેદ નપૂંસક તેહનિ કહીઈ - સંમૂર્છાિમ મનુ ૧૯૧ યોન લાખ કહીઈ તસ ચ્યાર, ત્રણઈ વેદનો તસઈ વીકાર. - તિર્યંચ પંચે. ૨૬૮ નવ અપ્પોગ તણો એ ભેદ, નારકી સકલ નપૂસક વેદ. - નારકી
આમ શ્રાવક કવિ ઋષભદાસે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ અને નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ કોને કેટલા વેદ હોય તે ગાથાઓમાં બતાવ્યું છે. અહીં જુગલિયા મનુષ્ય અને જગલિયા તિર્યંચના વેદનો ઉલ્લેખ નથી. એમાં બે વેદ હોય, સ્ત્રીવેદ અને પુરુષવેદ.
કર્મગ્રંથ-૧ માં બતાવ્યા પ્રમાણે ત્રણે વેદને અનુક્રમે બકરીની લડીના અગ્નિતુલ્ય, ઘાસના અગ્નિતુલ્ય અને નગરના અગ્નિતુલ્ય એવી ઉપમા આપવામાં આવી છે.
જે કર્મના ઉદયથી જીવને પુરૂષના શરીર સાથે ભોગ ભોગવવાની અભિલાષા. થાય તે સ્ત્રીવેદ કહેવાય છે. આ વેદ છાણાના અગ્નિતુલ્ય એટલે બકરીની લીંડીઓનો અગ્નિ જે મોડો સળગે છે પરંતુ સળગ્યા પછી તેનો તાપ વધે છે જલ્દી શાંત થતો નથી. અગ્નિના ભાઠાને ઊંચો - નીચો કરવાથી આગ અને તાપ વધે છે. તેમ સ્ત્રીના જીવને પુરૂષ પ્રત્યેની ભોગની અભિલાષા પુરૂષની જેમ જલ્દી થતી નથી. પરંતુ મોડી