________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૩૧ નપુંસકવેદ - ઉભયને એટલે પુરૂષ તથા સ્ત્રીને સેવવાની ઇચ્છા થાય. નપુંસકવેદની સ્થિતિ અનંતકાળ વન, કાળ.
આ વ્યાખ્યાનુસાર જીવને ક્યારે કોને સેવવાનો વિચાર આવે તે કહી શકાય નહિ. જયાં સુધી જીવ બીજા ઉપયોગમાં રહેલો હોય ત્યાં સુધી જીવને તેનો અનુભવ થાય નહિ તે વખતે ઉદ્યને નિષ્ફળ કરી નાશ કરે છે.
મનને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવાથી વેદના ઉદયને નાશ કરવાની - ઉદય નિષ્ફળ કરવાની શક્તિ પેદા થાય છે. માટે મનને નવરું ન પડવા દેતા જ્ઞાન - ધ્યાનમાં રત રહેવું. જ્ઞાનના ઉપયોગમાં વિશેષ સમય પસાર કરવાથી નિર્વિકારી સુખની આંશિક અનુભૂતિ પણ થઈ શકે છે.
વેદ ઉદયના વિચારો નરક - નિગોદ સુધી પહોંચાડે છે.
કુમારપાળ મહારાજ પોતાની પત્નીને જોતા વિકાર ઉદ્ભવે તો આયંબિલ કે ચોવિહારો ઉપવાસ કરતા તેમ જ રોજ પાંચથી છ હજાર ગાથાનો સ્વાધ્યાય કરતા
હતા.
એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય - અસંજ્ઞી પંચેન્દ્રિય આ બધાના અપર્યાપ્તા અને પર્યાપ્તમાં એક નપુંસકવેદનો જ ઉદય હોય. તેમ જ નારકીના જીવો પણ નિયમા નપુંસકવેદના ઉદયવાળા જ હોય.
પુરૂષલિંગ - જે ચિહનથી પુરૂષની ઓળખાણ થાય તે.
સ્ત્રીલિંગ - જે ચિહનથી સ્ત્રીની ઓળખાણ થાય તે. નપુંસકલિંગ - જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહન અને કાંઈક પુરૂષનું ચિહ્ન હોય તે. આ ત્રણે લિંગ નામ કર્મના ઉદયથી હોય છે. જ્યારે વેદ મોહનીયના ઉદયથી.
| વિજય નરવાહન સૂરિ લખે છે કે આ વેદનો ઉદય લિંગાકારની અપેક્ષાએ જાણવો. બાકી તો એક અંતર્મહર્તે ત્રણ વેદમાંથી કોઈપણ વેદનો ઉદય હોય છે. લિંગાકાર એટલે શરીરની જે બાહ્ય આકૃતિ મળેલી હોય તે પ્રમાણે જ લિંગ હોય. | દેવ ગતિમાં સ્ત્રીવેદ અને પુરૂષવેદ એ બે વેદનો ઉદય હોય છે. નપુંસકવેદનો ઉદય નિયમો હોતો નથી. ૩ થી ૧૨ દેવલોક, ગ્રેવેયક, અનુત્તર વિમાનમાં માત્ર પુરૂષવેદ જ હોય. જે મનુષ્ય કે તિર્યંચ દેવના આયુષ્યનો બંધ પાડવાના હોય તે પદ્મ અને શુક્લલેશ્યામાં પુરૂષવેદનો જ બંધ કરે, સ્ત્રીવેદનો બંધ કરે જ નહિ.
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં તથા મનુષ્યમાં ત્રણ વેદમાંથી કોઈ પણ વેદનો ઉદય હોય છે. આ ત્રણેય વેદ લિંગાકાર રૂપે હોઈ શકે છે અને ભાવથી એક એક અંતર્મુહૂર્ત ત્રણેય વેદ પરાવર્તમાનરૂપે પણ ચાલુ જ હોય છે.
અસંખ્યાતા વર્ષવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપમાં રહેલા મનુષ્યોને પુરૂષવેદ અને સ્ત્રીવેદ એ બે વેદમાંથી કોઈ ને કોઈ વેદ ઉદયમાં હોય છે પણ નપુંસકવેદનો ઉદય નિયમો હોતો નથી.