________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૦૩ આત્મા આ પણ નથી, આત્મા તે પણ નથી. અર્થાત આશો નેતિ નેતિ' અહીં દશ્યવાદનો નિષેધ કરીને અદશ્યવાદને પ્રસ્થાપિત કર્યો છે.
વેદાન્ત સંમત આત્મવિચાર સાથે જૈનદર્શનના આત્મતત્વની તલના ૧) વેદાંત દર્શનમાં આત્મા જે બ્રહ્મ કહેવાય છે એ જીવથી ભિન્ન મનાય છે. જયારે જેનદર્શનમાં જીવ અને આત્મામાં કોઈ ભેદ માનવામાં આવતો નથી. બંને શબ્દ એક જ સત્તા સૂચક છે. ૨) બંને દર્શનમાં આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્માનું ચૈતન્ય જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં પણ મોજુદ રહે છે. ન્યાય -વૈશેષિકોની જેમ આત્માનો આગંતુક ગુણ ન માનતા અને સ્વભાવ માને છે. ૩) વેદાન્ત દર્શનમાં આત્માને સત, ચિત, આનંદ અને જ્ઞાનાત્મક સ્વરૂપ બતાવ્યો છે. જેનદર્શનમાં સત, ચિત્ અને આનંદની સાથે સાથે અનંત દર્શન અને વીર્ય સ્વરૂપ પણ બતાવ્યું છે. ૪) વેદાંત વાસ્તવિક કર્તા અને ભોક્તા ન માનતા ઉપાધિઓને કારણે કર્તા, ભોક્તા. માને છે. જ્યારે જૈનદર્શન આત્માને યથાર્થરૂપથી ન્યાય - વૈશેષિક અને મીમાંસકની જેમ (આત્માને) કર્તા, ભોક્તા માને છે. ૫) વેદાંત આત્માને એક અને જીવને અનેક માને છે. જ્યારે જેનદર્શનમાં આત્મા અનેક છે. ૬) અદ્વૈત વેદાંતમાં આત્મા નિષ્ક્રિય છે. જેનદર્શનમાં આત્મા સક્રિય છે. ૭) અદ્વૈત વેદાંતમાં આત્મા નિરવયવી ને વ્યાપક છે. જેનદર્શનમાં સાવયવી અને અવ્યાપક છે. ૮) વેદાંતમાં વિશુદ્ધજ્ઞાનથી આત્મા મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે જૈનદર્શનમાં સમ્યમ્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર દ્વારા આત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. ૯) વેદાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ નેતિવાદથી બતાવ્યું છે. તેને અન્નેય કહ્યો છે. જેનદર્શનમાં મુક્તાત્માનું સ્વરૂપ “શ્રી આચારાંગ સૂત્રમાં આ પ્રમાણેનું છે. ‘પના
કિન્નર આત્માને કોઈ ઉપમાથી સમજાવી ન શકાય. તેમ જ તે દીર્ઘ નથી, લાંબો નથી, હૃસ્વ નથી, ટૂંકો નથી, તે વર્ણાતીત, ગંધાતીત, રસાતીત, સ્પર્શાતીત છે. તે કાળો નથી, નીલો નથી અર્થાત્ તેને કોઈ પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી એને આચારાંગનો ‘તિવાદ કે અજ્ઞેયવાદ કહી શકાય. ‘બપી પ ન0િ આત્મા અપદ છે. એટલે એના માટે કોઈ પદ નથી. આમ બંને દર્શનમાં સમાનતા તેમ જ અસમાનતા રહેલી છે.
ન્યાય - વૈશેષિક દર્શન ન્યાય દર્શનના મૂળ ગ્રંથ “ન્યાય સૂત્રમાં તેના રચયિતા મહર્ષિ ગૌતમ દ્વારા બાર પ્રમેયોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં આત્માનો એક પ્રમેયરૂપમાં સ્વીકાર કરવામાં