________________
૨૦૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત આવ્યો છે. આત્મા વિશેષ અવસ્થામાં હેય (છાંડવા યોગ્ય) હોય છે તથા ઉપાદેય. (ગ્રહણ કરવા યોગ્ય) પણ હોય છે. જ્યારે આત્મા સુખદુઃખ આદિનો ભોક્તા હોય છે ત્યારે તે હેય છે અને જ્યારે સુખદુઃખના ભોગોથી રહિત થઈને નિરુપાધિ થઈ જાય છે ત્યારે તે ઉપાદેય છે. આત્મા ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ - દુખ તથા જ્ઞાનાદિ ગુણોનો આશ્રય છે. ચૈતન્યત્વ, કર્તૃત્વ, સર્વગતત્વ આદિ ધર્મોથી આત્માની પ્રતીતિ થાય છે.
ન્યાય - વૈશેષિક દર્શન અનુસાર આત્મા ફૂટસ્થ નિત્ય છે. તેમણે ચિત્તનો સ્વીકાર નથી કર્યો પણ ચિત્તના જ્ઞાન સુખદુઃખ આદિ ધર્મો તો તેમણે સ્વીકાર્યા છે. આ ધર્મોને તેમણે વિશેષ ગુણ ગયા છે. આ ગુણો પરિવર્તનશીલ કે ક્ષણિક હોઈ શકે. આત્માની કૂટસ્થ નિત્યતાની હાનિ ન થાય એટલા ખાતર તેમણે દ્રવ્ય અને ગુણોને અત્યંત ભિન્ન માન્યા અને ગુણોને દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતા કપ્યા. આત્માનો મોક્ષ થતાં આ બધા ગુણો વિલય પામે છે.
ન્યાય દર્શનમાં જ્ઞાનનું અધિષ્ઠાન આત્મા છે. આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે ત્રણ સંબંધોની આવશ્યકતા છે. આત્માનો સંયોગ મનથી, મનનો ઈન્દ્રિયથી અને ઈન્દ્રિયોનો વિષયની સાથે સંયોગ હોવો જરૂરી છે.
શરીર, ઈન્દ્રિય અને મનથી આત્મા ભિન્ન છે. કારણ કે શરીર જડ છે. ઈન્દ્રિયો કલ્પના, સ્મૃતિ, વિચાર આદિ માનસિક વ્યાપારોથી રહિત છે. મન અણુ છે એટલે અપ્રત્યક્ષ છે અને જીવાત્માને સુખદુઃખ આદિ પ્રત્યક્ષ કરાવનાર સાધન છે.
ચેતન્ય આત્માનો આકસ્મિક ગુણ છે જે શરીરને લીધે ઉત્પન્ન થાય છે. મુક્ત દશામાં આત્મા પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં રહીને સમગ્ર ગુણોથી રહિત છે. તેથી સુખદુઃખ અને ચૈતન્યનો પણ ત્યાં સર્વથા અભાવ છે.
આત્માની મુક્તિ માટે સ્પષ્ટતયા ઈશ્વરની કૃપા માને છે. જીવોના કર્મ અનુસાર ઈશ્વર જગતની સૃષ્ટિ અને જીવોના સુખદુઃખનું વિધાન કરે છે. ઈશ્વરની અનુકંપા વિના કોઈપણ વ્યક્તિ ન તો પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ન તો અપવર્ગ (મોક્ષ) ની પ્રાપ્તિ કરી શકે. ઇશ્વર જગતનો આદિ સર્જક (કર્તા) છે, પાલક અને સંહારક છે. સર્વજ્ઞા છે. સંસારના જીવોનો ધર્મ વ્યવસ્થાપક, કર્મનો ફળદાતા અને સુખદુઃખનો નિર્ણાયક છે.
વૈશેષિક દર્શનના પ્રવર્તક મહર્ષિ કણાદે વશેષિક સૂત્ર’ નામના ગ્રંથમાં પદાર્થની. દ્રવ્ય તરીકે ઓળખાણ આપી છે. તેમણે જગતની વસ્તુઓને પદાર્થ તરીકે ઓળખાવી છે. અભિધેય વસ્તુ તે પદાર્થ. તે જ્ઞાનનો વિષય છે. પદાર્થ છ છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ તથા સમવાય.
સામાન્યની સત્તા વ્યક્તિઓમાં અભિન્ન છે. વિશેષથી એક પરમાણુ બીજા પરમાણુથી અથવા એક આત્મા બીજા આત્માથી ભિન્ન છે. વિશેષ પણ નિત્ય પદાર્થ છે. જીવાત્મા નિત્ય છે. પ્રલયમાં કેવળ શરીરનો જ નાશ થાય છે. આત્મા નિત્ય અને સર્વવ્યાપી દ્રવ્ય છે. આત્મા બે પ્રકારના છે. જીવાત્મા અને પરમાત્મા, પરમાત્મા