________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૦૫ એટલે ઈશ્વર. જીવાત્મા અનેક છે.
આત્માનો સાક્ષાત્કાર એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થવું. અને સાક્ષાત્કારથી જીવ ભવ બંધનથી મુક્ત થઈ જાય છે. આ ઉપરથી કહી શકાય કે ન્યાય - વૈશેષિક દર્શન જ્ઞાનવાદી છે. સંક્ષેપતઃ એમના દર્શનમાં આત્મા નિત્ય, અમૂર્ત તથા વ્યાપક હોવા છતાં અનેક છે, અને ઈશ્વરકૃપાથી એનો મોક્ષ થઈ શકે છે.
તુલના ૧) જેનદર્શનમાં જ્ઞાનને આત્માનું સ્વરૂપ માન્યું છે. ન્યાય વૈશેષિક જ્ઞાનને આગંતુક ગુણ માને છે વાસ્તવિક નહીં. ૨) જેનદર્શન મોલ અવસ્થામાં પણ આત્માને ચૈતન્ય સ્વરૂપ માને છે જ્યારે ન્યાય વેશેષિક મોલ અવસ્થામાં આત્માને જડરૂપ માને છે. ૩) જેન દાર્શનિક આત્માને નિત્ય પરિણામી માને છે પરંતુ ન્યાય વૈશેષિક આત્માને અપરિણામી માને છે. ૪) જેન દાર્શનિક દ્રવ્યની અપેક્ષાથી આત્માને નિત્ય અને પર્યાયની અપેક્ષાથી આત્માને અનિત્ય માને છે. ન્યાય - વૈશેષિક આત્માને ફૂટસ્થ નિત્ય માને છે. પ) જેનદર્શનમાં આત્માને દેહ પરિમાણ માન્યો છે અને ન્યાય - વેશેષિકમાં આત્માને વ્યાપક માનવામાં આવ્યો છે. ૬) જેનદર્શન આત્માના ગુણોને આત્માથી અભિન્ન માને છે. ન્યાય - વૈશેષિક આત્માના ગુણોને આત્માથી ભિન્ન માને છે.
આમ બન્ને દર્શનમાં સમાનતા તેમ જ વિષમતા રહેલી છે. | મુખ્ય ભારતીય દર્શનોનું આત્મા સંબંધી સંક્ષિપ્ત વિવરણ. જૈન મતે આત્મા પરિણામી નિત્ય, શાશ્વત, અખંડ, અવિનાશી, અકૃત્રિમ, અસંખ્યાત પ્રદેશી, અનંત, સ્વતંત્ર, નિજ કર્મનો કર્તા - ભોક્તા, મોક્ષ પ્રાપ્ત કરી શકનાર છે. શરીરમાત્ર વ્યાપક છે. ચાર્વાકને મતે આત્મા જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી શરીરમાં જ ચેતન્ય ઉપ્તન્ન થાય છે અને શરીરનો નાશ થતાં નષ્ટ પામે છે. ચૈતન્ય વિશિયુક્ત શરીર જ આત્મા છે. બંધ મોક્ષ નથી. બૌદ્ધ દર્શનમાં: આત્મા અનિત્ય છે. આત્મા ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ નથી પણ ક્ષણિક છે. વિજ્ઞાન માત્ર સંતતિના પ્રવાહરૂપ છે. અનાત્મવાદી છે. તેથી આત્માની સ્પષ્ટ વિચારણા મળી શકતી નથી. દેહ મુક્તતા નહિ પણ દુઃખ મુક્તતાને મોક્ષ માને છે. સાંખ્ય દર્શનમાં ઃ આત્મા ફૂટસ્થ નિત્ય, શાશ્વત, અખંડ, અવિનાશી, અકૃત્રિમ, અસંખ્ય, સ્વતંત્ર છે. આત્માને પુરૂષની સંજ્ઞા આપી છે. પુરૂષ કર્મનો કર્તા નથી પણ ભોક્તા છે. શરીરમાત્ર વ્યાપક છે તેમ જ મોક્ષ પ્રાપ્ત કરે છે. વેદાંત દર્શનમાં આત્મા ફૂટસ્થ નિત્ય, શાશ્વત, એક જ અખંડ આત્મા માને છે અને