________________
૨૦૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત બધા જીવો એના અંશો છે. કર્મનું કર્તા - ભોક્તાપણું ઈશ્વરકૃત માને છે. મોક્ષ માટેની માન્યતા પ્રમાણે - જીવ તો સ્વભાવથી મુક્ત જ છે મુક્તિ તો પ્રાપ્ય કે ઉત્પાદ્ય નથી. બ્રહ્મની આનંદમય અનુભૂતિ એ જ મોક્ષ છે.
ન્યાય વૈશેષિકઃ આત્મા ફૂટસ્થ નિત્ય, શાશ્વત, સર્વવ્યાપક અસંખ્ય આત્માઓ ચિત્માત્ર સ્વરૂપ છે. કર્મનું કર્તુત્વ ભોક્નત્વ ઈશ્વરદત્ત છે. ચૈતન્ય રહિત ગુણવિહિના જડવત્ દશાને મોક્ષ કહે છે. જે ધ્યાન આદિથી પ્રાપ્ત થાય છે. નિષ્કર્ષ -
ભારતીય દર્શનમાં દર્શન તથા ધર્મનાં તત્ત્વજ્ઞાનને ખૂબ જ સુંદર રીતે વણી લેવાયા છે. ભારતીય દર્શનનું સ્વરૂપ આધ્યાત્મિક છે. એમાં તત્ત્વજ્ઞાનની સમીક્ષા તાર્કિક રીતે પણ કરવામાં આવી છે. જો કે એમાં બુદ્ધિ કરતાં શ્રદ્ધા પર વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જીવ, જગત અને ઈશ્વર જેવા મહત્વપૂર્ણ, અદશ્ય - અગોચર વિષયો પર પણ પોતાના સ્વતંત્ર વિચારો દર્શાવવામાં આવ્યા છે. એમાં મુખ્ય લક્ષ્ય જીવ (આત્મા)ની ઓળખ, આત્મિક વિકાસ અને મોક્ષ પર આપવામાં આવ્યું છે.
આત્મા સત્ છે. એ સત્ દ્રવ્ય આત્માનું સ્વરૂપ વિવિધ પાસાઓથી વ્યક્ત કર્યું છે. જેમ કે આત્મા નિત્ય, અનિત્ય, શાશ્વત અખંડ, આંશિક, અવિનાશી, વિનાશી, કૃત્રિમ, અકૃત્રિમ, એક, અસંખ્ય, અનંત, સર્વવ્યાપી, શરીરમાત્ર વ્યાપક, અસંખ્યાત પ્રદેશી, અવિભાજ્ય, ચૈતન્ચયુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, નિજ કર્મનો કર્તા કે અકર્તા, નિજ કર્મનો ભોક્તા કે અભોક્તા, સ્વતંત્ર, પરતંત્ર, મોક્ષ પ્રાપ્ત કરી શકનાર, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકનાર વગેરે.
આ બધા પાસાઓમાં પોતપોતાના તર્ક પણ બતાવ્યા છે. આ બધા તર્કમાં જેનદર્શનના આત્મા સંબંધી તર્કોમાં તાર્કિકતાની સશક્તતા છે જેમ કે આત્માને માત્ર નિત્ય માનવાથી શું સમસ્યા થઈ શકે એનું સમાધાન કઈ રીતે કરવું? વગેરે કારણ સહિત દર્શાવ્યું છે. નિત્ય માનવાથી આત્મામાં કોઈ ફેરફાર ન થઈ શકે તો પછી ભવાંતર ગમન - એક ગતિમાંથી બીજી ગતિમાં કેવી રીતે જઈ શકશે? કર્મફળ કેવી રીતે ભોગવી શકશે? માટે આત્માને કૂટસ્થ (ફેરફાર વગરનો) નિત્ય ન કહેતાં પરિણામી. નિત્ય માનવો જોઈએ એટલે દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાથી અનિત્ય છે. જેથી આત્મામાં કર્મ અનુસાર ફેરફાર થવામાં કોઈ સમસ્યા નડતી નથી. આત્મા નિજ કર્મનો કર્તા તેમ જ ભોક્તા છે. કર્મ કોઈ કરે અને ભોગવે કોઈ એ પણ ન્યાયસંગત નથી માટે જ નિજ કર્મનો કર્તા હોય તે જ પોતે પોતાના કરેલા કર્મ પ્રમાણે ફળ ભોગવે છે.
કર્મબંધનના કારણોને જાણીને એ કારણોનો ત્યાગ કરે તો પૂર્ણ જ્ઞાન - દર્શન સુખમય સ્થિતિની પ્રાપ્તિ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ માટે શ્રી આચારાંગાદિ સૂત્રોમાં સુંદર વિચારણાઓ પણ રજૂ થઈ છે. એમાં એક મુખ્ય વિચારણા આ પ્રમાણે