________________
૨૧૨
૩૩૦
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૫૫ ભુજરિસર્પ, ખેચર એ પાંચના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૧૦ ભેદ
૪૮ ભેદ વેક્રિય તેજસ કાર્મણ એ ત્રણ શરીરવાળા જીવના ભેદ ૧૪ નારકી + ૧૯૮ દેવ = ઓદારિક, તેજસ, કામણ - એ ત્રણ શરીરવાળા જીવના ભેદ – ૪૨ ભેદ તિર્યંચ + ૨૮૮ મનુષ્યના =
દારિક તેજસ, કાર્મણ, વેક્રિય એ ચાર શરીરવાળા જીવના ભેદ - ૧ બાદર વાયરો + ૫ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા = પાંચે શરીર હોય એવા જીવના ભેદ - ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા = ૧૫
પ૬૩ અવગાહના સંસારી જીવોને જે શરીર પ્રાપ્ત થાય છે તેનું આધારભૂત ક્ષેત્ર કેટલું છે તે અવગાહના દ્વારા જાણી શકાય છે. તેથી શરીરના વર્ણન પછી અવગાહનાનું વિવેચના કરવામાં આવે છે.
અવગાહના - અવ + ગાય્ + અન્ એ ત્રણ શબ્દોનો બનેલો છે. અવ ઉપસર્ગ અહીં આધારના અર્થમાં છે. ગાહુ એટલે પ્રવેશ કરવો, અનું નામ બનાવનાર પ્રત્યય છે. એટલે આકાશ પ્રદેશના આધારે જેટલા આકાશ પ્રદેશો ગ્રહણ કરીને રહેવાય તે અવગાહના. ટૂંકમાં આકાશ પ્રદેશોને અવગાહીને રહેવું તેનું નામ અવગાહના.
પન્નવણાદિ શાસ્ત્રોને આધારે અવગાહનાના વિવિધ અર્થ ૧) શરીરની ઊંચાઈને અવગાહના કહે છે. (શ્રી ઉત્તરા. સૂત્ર અ. ૩૬ પૃ. ૬૩૩) ૨) જેમાં જીવ રહે છે તેનું નામ અવગાહના છે. નારક વગેરેના શરીરથી અવષ્ટબદ્ધ જે આકાશરૂપ ક્ષેત્ર છે તે અથવા નારક વગેરે જીવોનું જે શરીર છે તે અવગાહના છે. એવો આ અવગાહના શબ્દનો નિષ્કર્ષાઈ છે.(અનુયોગદ્વાર સૂત્ર-૨ ઘાસી.મ.પૃ. ૧૫૮) ૩) શરીરના પરિમાણનું પ્રમાણ. | (જીવાભિગમ - ૨ ઘા. પૃ. ૨૨૫). ૪) અવગાહના અર્થાત્ ઊંચાઈ. (પન્નવણા - ૪ ઘા. પૃ. ૬૪૩/૪૪) ૫) જીવોના આધારભૂત ક્ષેત્રને અવગાહના કહે છે. (ઠાણાંગ સૂત્ર) ૬) જીવ સિવાયના દ્રવ્યો જે આકાશ પ્રદેશને અવગાહીને રહે તેને પણ તે તે દ્રવ્યોની અવગાહના કહેવાય છે.
અવગાહનાના પર્યાયવાચી નામો – દેહમાન, તનમાન, દેહ, શરીરમાન, શરીર, કાયા, તનુ વગેરે
જીવોની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગથી કરીને ઓછામાં ઓછા અસં. આકાશ પ્રદેશ હોય. વધારેમાં વધારે હજાર જોજન ઝાઝેરી હોય છે. કેવળ સમુઘાત આશ્રી આખા લોક સુધીની હોય છે.