________________
૨૫૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
વૈક્રિય શરીર આશ્રી લાખ જોજન ઝાઝેરી હોય.
જીવતત્ત્વ (પૃ.૫૭)માં નારાયણ હેમચંદ્ર લખે છે કે ‘મનુષ્યનું ભૃણ = મનુષ્ય દેહનું બીજ એક ઈંચના એકશોવીશતમ અંશ માત્ર છે. જ્યારે જૈનદર્શનમાં ઉત્પત્તિ સમયે મનુષ્યની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની બતાવી છે. જે ઉપર કરતાં ઘણી સૂક્ષ્મ છે.
જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું અવગાહનાનું સ્વરૂપ
એકેન્દ્રિયની અવગાહના
૬૯ સુણજ્યો સકલ કહઇ મુખ્ય વીરં, સર્વ એકંદ્રી તણું શરીર, અંગુલ અસંખ્યાતમોભાગ, તેહમાં એટલો મુક્યો માગ
૭૦. જે પરત્યગ વનસપતી હોય, તેહની કાયા પોઢી જોય,
જોઅણ હજાર ઝાઝેરાવલી શરીરમાન કહઇ કેવલી.
બધા એકેન્દ્રિય જીવની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે એમાં એક અપવાદ છે જે પ્રત્યેક વનસ્પતિ છે તેની અવગાહના હજાર જોજન ઝાઝેરી હોય છે.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની અવગાહના શરીર જોઅણ તસ બાર,
૯૧
બેઇન્દ્રિયનું શરીર (અવગાહના) બાર જોજનનું છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં થવાવાળા બેઇંદ્રિયોમાંથી કોઇકની અવગાહના ૧૨ જોજનની જાણવી જોઈએ. ૧૦૦ ... કાયા ત્રણિ ગાઉ તસ હોઈ.
તેઇન્દ્રિયની અવગાહના ત્રણ ગાઉની છે. શરીર જોઅણ એકનું એ.
૧૦૮ ...
ચૌરેન્દ્રિયની અવગાહના ૧ જોજન (ચાર ગાઉ) ની હોય છે. પંચેન્દ્રિયની અવગાહના
૧૧૮ ... કાયા જોઅણ તસ એક હજાર
પંચેન્દ્રિયની અવગાહના એક હજાર જોજનની હોય છે.
દેવની અવગાહના
૧૪૧ ... દેવની સાત હાથ તનમાન તો.
દેવની અવગાહના સાત હાથની છે. તે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવલોકની હોય. ૩-૪ દેવલોકના દેવની ૬ હાથ, ૫-૬ દેવલોકના દેવની ૫ હાથ, ૭-૮ દેવલોકના દેવની ચાર હાથ, ૯ થી ૧૨ દેવલોકના દેવની ત્રણ હાથ, નવ ગ્રેવયકમાં બે હાથ ચાર અનુત્તરના દેવની એક હાથ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની મુઢા હાથની અવગાહના હોય. મનુષ્યની અવગાહના