________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૫૭ ૧૪૯. ઉતકષ્ટી ત્રણ ગાઉં કાય...
મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની હોય. જુગલિઆ આશ્રી. તિર્યંચની અવગાહના (પંચેંદ્રિય) ૧૮૮ શરીર જોઅણ તસ એક હજાર... ગર્લજ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના હજાર જોજાનની હોય. ૧૯૨ મછ જીવ નિ ઉરપરીસાપ, હજાર જોઅણનો કાયાનો વ્યાપ,
. નવ ધનુષ પંખીની કાયા ૧૯૩ ... ભુજપરિસાપ નવ ગાઉં કાય... ૧૯૪ ચોપદ તનુ ષ ગાઉં કહ્યું, ... તિર્યંચ પંચે.ની અવગાહના જુદી જુદી પણ બતાવી છે. જેમ કે જળચર - ઉરપરિસર્પની હજાર જોજનની, ખેચરની નવ ધનુષ્યની, ભુજપરિસર્પની નવ ગાઉની, સ્થળચરની છ ગાઉની. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના ૨૦૩ જોઅણ હજાર હોઈ મછની કાય.
માછલા આદિની અપેક્ષાથી ૧ હજાર જોજનની અવગાહના હોય છે. ૨૦૪... ઉરપરી જેહ સમુઠ્ઠીમ સાપ, નવ જોઅણ છે તેની કાય, ૨૦૫ પંખી દેહ ધનુષ નવ સાર....
ભુજપૂરીસાપનું એનું આય પણી તેહની નવ જોઅણ કાયા ૨૦૬ નવ ગાઉં ચોપદની કાય.. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં દરેકની અવગાહના નીચે મુજબ છે. જળચરની હજાર જોજનની ઉરપરિસર્પની નવ જોજનની પક્ષીની નવ ધનુષ્યની ભુજપરિસર્પની નવ જોજનની સ્થળચરની નવ ગાઉની જો કે સિદ્ધાંતમાં ભુજપરિસર્પની અવગાહના નવ ધનુષ્યની બતાવી છેઅહીં કવિએ શેનો આધાર લીધો છે એ સમજાતું નથી કાં તો સ્મૃતિદોષ પણ હોઈ શકે અથવા લહિયાની ભૂલ હોઈ શકે. અનુયાગ ચંદ્રિકા ટીકા સૂત્ર ૧૯૮ પૃ. ૧૮૯
पर्याप्तकसमूर्छिम भुजपरिसर्पस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानां पृच्छा। गौतम् ! जघन्येन अंगुलस्य असंख्येयभागम् उत्कर्षेण धनुःपृथकत्वम्।
અર્થાત્ સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચનું દેહમાના જઘન્ય આંગુલના અસંખ્યાતા ભાગનું અને ઉત્કૃષ્ટ પૃથક ધનુષ્યનું છે. પૃથક ધનુષ્ય