________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૦૭ જુગલિયાઃ જયગલ, યુગલ. પ્રત્યેક પરત્યગ, પરિતગ, પરતેગ, પ્રખ. નરક : નરગે, નારકિ, વર્ગ, નરગિ, નગ્ધ, નર્ગિ, નાર્ક, નરોગ્ય, નરગિ. જાતિ : જાતિ, જાત્ય, નાતિ. ત્યાં ત્યાંહિ, ત્યાંહા, તિહાં, ત્યાહા, તીહાં, ત્યાહ, ત્યાહા. યોનિ : જ્યોન, યોન, જ્યોન્ય, યોન્ય.
સ્થાન : ઠામે, ઠાય, ઠામ્યતો, થાનક, ઠામ્ય, કાર્ય, ઠામ, દામ, દાહિ. વચમાં ઃ વચ્ચમાં, વિચમાં, વચ્ચ. આયુષ્ય : આય, આલ, આઉખૂ, આઓ, આઉં. સુણો સુણઉ, સુણો, સુણયો, સુણજયો, સુણ, સુણીય, સુણય. હોય : હોહ, હોઈ, હોય, લહું, લહીઈ, લહું, લહુ, સોય. સમય : સમય, સમઈ, શમઈ, શમિ, સમિ (૩૦૧). મુક્તિ = મુગતિ, મુગતઈ, મૂગતિ, મૂંગતિ, મૂગત્ય જ વાટ, મુક્તિમાં, મુગત્યદુરબારો, લહઈ પારા, પમઈ પારો. સિદ્ધ થવા માટે ઃ સીઝઈ સોય, સીઝઈ તેહ, સીઝઈ, સીઝતા, સીધ થાઈ સોય. અવગાહના માટે વપરાયેલા શબ્દો : શરીર, કાય, કાયાનો વ્યાપ, દેહ, કાયમાન, તનમાન, કાયા, શરીરમાન. લેશ્યા લેશા, લેશ, લેશ્યા. ભગવાન માટે વપરાયેલા વિવિધ શબ્દો જિનરાય, વીર નિણંદ, ભગવાન, કેવળી, ક્વલી, જ્ઞાનવંત, જિનવરિ, વીર, જિનશ્વર, જિનેશ્વર, જિનેશ્વરયતી, પરમેશ્વર, જગદીસ, જિનવર વીર, ત્રિભોવનપતિ, મહાપૂરષ.
સાપેક્ષ સર્વનામ એક સર્વનામ બીજા સર્વનામની અપેક્ષા રાખે છે. જસ, તસ, જયાંહા ત્યાંહા વગેરે પ્રગટ્યા મંકોડા જૂ જેહ, જાતિ તેઅંદ્રી કહીઈ તેહ. નિં માખી જેહ, મૂરખ જસ તસ બાલિ દેહ. ત્રીજું પરતર જ્યાંહિ.. સોઈ વસઈ છઈ ત્યાંહિ થલચર જોય . ભમતા સોય. ... અવતરી જેસિ.... નાખ્યો તિસઈ . ભાખ્યા જોય . કહું સોય.
પ્રશ્નાર્થ સર્વનામ કેતુ = કેટલું, કેતો = કેટલો, ૧૫૫ કુણ = કોણ, ૧૫૯ કાયાં = શા માટે. પ્રશ્નાર્થ વાક્યો ખાસ નથી બધું વિધેયાત્મક જ છે.
અનિશ્ચિત સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ
૧૧