________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૬૩
સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ ભમીને પછી સમકિત પામીને મોક્ષે જાય અથવા તો અપડિવાઈ થઈને મોક્ષે જાય તેવા જીવો ૧ સમયમાં કેટલા મોક્ષે જાય તેની વાત કહે છે.
૧૨)
અચ્યુત (અપડિવાઈ) સમકિતી પડિવાઈ થઈને અનંતકાળ ફરનાર પડિવાઈ થઈને અસંખ્યાતોકાળ ફરનાર પડિવાઈ થઈને સંખ્યાતોકાળ ફરનાર અંતર દ્વાર
૪
૧૦૮
૧૦
૧૦
સાંતર-૧ યાવત્ ૧૦૮
જઘન્ય એક (સમયે) અથવા સાંતર સિદ્ધ થાય છે.
ઘણાં-સૂત્રમાં જેમ દર્શાવ્યા છે તેમ દરેકના અલગ અલગ છે. સિદ્ધ ગતિમાં જવાનું જઘન્ય ૧ સમય એકઉત્કૃષ્ટ છ માસનું અંતર પડે.
૧૩) અનુસમય : જીવો લગાતાર કેટલાક સમય સુધી સિદ્ધ થયા પછી અવશ્ય અંતર પડે. જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી લગાતાર જીવો મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે.
૧ સમય સુધી જઘન્ય ૧ થી ૧૦૩, ઉત્કૃષ્ટ૧૦૮સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૨ સમય સુધી જઘન્ય ૧ થી ૯૭, ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૩ સમય સુધી જઘન્ય ૧ થી ૮૫, ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૪ સમય સુધી જઘન્ય ૧ થી ૭૩, ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૫ સમય સુધી જઘન્ય ૧ થી ૬૧, ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૬ સમય સુધી જઘન્ય ૧ થી ૪૯, ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૭ સમય સુધી જઘન્ય ૧ થી ૩૩, ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૮ સમય સુધી જઘન્ય ૧ ઉત્કૃષ્ટ ૩૨સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
બીજી રીતે વિચારીએ તો આનો આશય એમ છે કે પહેલે સમયે જઘન્ય એક, બે અથવા ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય છે. બીજે સમયે પણ જઘન્ય એક-બે ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય છે. એમ ત્રીજાથી કરીને આઠમા સમય સુધી જાણવું. પછી અવશ્ય અંતર પડે. એ જ રીતે દરેકમાં (૭ થી ૧ સમયવાળા) જાણવું.
૧૪)
ગણના દ્વાર - ગણતરી :
એક સમયે જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય. શ્રી નાભિના પુત્ર અભિજિત નક્ષત્ર અર્થાત્ ઋષભદેવના નિર્વાણ સમયે અભિજિત નક્ષત્રમાં એક સમયે એકસો આઠ સિદ્ધ થયા પછી ૧૦,૦૦૦ સાધુઓ ૧૦૮માંથી ઉણા એજ નક્ષત્રમાં સાન્તર ઘણાં સમય સુધી મોક્ષમાં ગયા. (એવું સંઘદાસગણિએ વસુદેવ હિંડીમાં લખ્યુ છે.)