________________
૪૬૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૫) અલ્પ બહત્વ દ્વારઃ
એકસો આઠ સિદ્ધ થાય એવા જીવ સર્વથી થોડા હોય, તેના કરતાં એકસો સાતા જીવો મોક્ષે જાય તે વિશેષાધિક હોય. એમ ક્રમશઃ એક જીવ સિદ્ધ થાય ત્યાં સુધીના વિશેષાધિક હોય.એક સમયે સિદ્ધ થાય તેનાથી બે સમયે સિદ્ધ થનારા સંખ્યાતગુણા, ત્રણ સમયે સંખ્યાત ગુણા એમ ક્રમશઃ સમજવું.
આમ, આ ૧૫ દ્વારનું દ્રવ્યમાન કહ્યું. હવે ક્ષેત્ર દ્વાર કહે છે. ક્ષેત્રથી સિદ્ધ ભગવાન લોકાગ્રે સિદ્ધશિલાની ઉપર સ્થિર છે. મનુષ્ય ક્ષેત્રમાંથી શરીરનો સર્વથા ત્યાગ કરીને ત્યાં સ્થિત થાય છે. ત્યાંથી અલોકમાં જતા નથી કારણ કે અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે. | સ્પર્શના દ્વાર - વિક્ષિત સમયે સિદ્ધ થયેલા અનંતા સિદ્ધોને સ્પર્શ છે. દરેક જીવ અસંખ્યાતા પ્રદેશોની સ્પર્શના કરે છે.
કાલ દ્વાર - પંદર દ્વારમાંથી જે દ્વારમાં જ્યાં જ્યાં એક સમયે એકસો આઠ સિદ્ધ થાય છે એવા બોલ છે તેમાં નિરંતર આઠ સમય સુધી સિદ્ધ થાય એમ જાણવું. ૧૦ અને ૨૦ સિદ્ધ થાય ત્યાં ચાર સમય સુધી બાકીના બધામાં બે સમય નિરંતર સિદ્ધ થાય એમ જાણવું. યવમત્રે ચાર સમય જાણવા. આમ સંક્ષિપ્ત વર્ણન પછી દરેક દ્વારના જેટલા જીવ સિદ્ધ થાય તે વિસ્તારથી બતાવ્યું છે.
અંતર દ્વાર - આ દ્વારમાં ક્ષેત્રાદિ દ્વારોમાં આંતરું પડે તો કેટલું પડે એ બતાવ્યું છે. જંબુદ્વીપ અને ધાતકી ખંડ અને તેના ત્રણ વિદેહમાંથી સિદ્ધ થયા પછી આંતરૂ પડે તો પૃથક વર્ષનું, અર્ધપુષ્કર દ્વીપ અને તેના બે વિદેહમાં એક વર્ષ ઝાઝેરાનું આંતરું પડે, એ અઢીદ્વીપમાં પાંચ વિદેહ આશ્રી આંતરૂં બતાવ્યું છે. શ્રાવક કવિ ઋષભદાસે. પણ એ જ પ્રમાણે બતાવ્યું છે એમાં જે ફરક છે તે પાછળ તુલનામાં રજૂ કર્યો છે.
ભાવ દ્વાર - બધા દ્વારમાં ક્ષાયક ભાવ છે.
અલ્પબહુ–દ્વાર - આ દ્વારમાં દરેક દ્વાર આશ્રી અલ્પબદુત્વ બતાવવામાં આવ્યો છે. જે બોલમાં ચાર ચાર સિદ્ધ થાય છે. દશ દશ સિદ્ધ થાય છે તે પરસ્પર સમતુલ્ય છે. તેના કરતા ૨૦-૨૦ સિદ્ધ થાય તે તેના કરતા થોડા સંખ્યાતગુણા અને એકસો. આઠ સિદ્ધ થાય તે સંખ્યાતગુણા. ત્યાર પછી એ જ રીતે દરેક દ્વારનો અલ્પબદુત્વ બતાવ્યો છે.
આમ, ‘સિદ્ધપંચાશિકામાં ૫૦ ગાથામાં સત્પદપ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વએ આઠ દ્વારનો અધિકાર છે. એ આઠ દ્વારમાં અનંતર સિદ્ધના ક્ષેત્રાદિ પંદર બોલનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. સિદ્ધના મુખ્યત્વે બે પ્રકાર છે. અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ.
અનંતર સિદ્ધ - પ્રથમ સમય સિદ્ધ મુક્ત જીવો. જેનો સિદ્ધ થવાનો પહેલો જ સમય હોય તે.