________________
૧૭
આત્મપંથની યાત્રા
શ્રીમતી પાર્વતીબહેન નેણશીભાઈ ખીરાણીને સૌ પ્રથમ આ ગ્રંથના પ્રકાશન કાર્ય માટે મારા અંતરનાં અઢળક આશિર્વાદ.
પાર્વતીબહેને શ્રાવક કવિ ‘ઋષભદાસ’ કૃત ‘જીવવિચાર રાસ’ની હસ્તપ્રત શોધી તેનું સંશોધન - મૂલ્યાંકન કરી મહાનિબંધ તૈયાર કર્યો અને મુંબઈ વિદ્યાપીઠ દ્વારા પી.એચ.ડી.ની પદવી ઈ.સ. ૨૦૦૯માં પ્રાપ્ત કરી અને તે હવે પુસ્તકરૂપે પ્રગટ થાય છે તે જાણી અત્યંત આનંદની લાગણી અનુભવું છું.
મારી પાસે પી.એચ.ડી.ના માર્ગદર્શન લેવા અનેક વિદ્યાર્થીઓ આવે છે પણ તે બધામાં પાર્વતીબહેન મારા માટે એક ખાસ વિશેષ વ્યક્તિ રહ્યા છે. આ મહાનિબંધની તેઓ ચર્ચા કરવા આવતા તે દિવસોનું સ્મરણ કરું તો, તેમનામાં રહેલી અનેક વિશેષતાઓની યાદ તાજી થાય છે. એક તેમનામાં રહેલો સાચો સંશોધક, જે રીતે ભમરો એક પુષ્પમાંથી મધ ચૂસી લે છે તેવી રીતે પાર્વતીબહેન પુસ્તકાલયમાં જઈ અનેક સંદર્ભગ્રંથોને શોધી તેમાંથી જરૂરી માહિતી એકઠી કરી લાવતા. બીજું તેઓની વિષયના ઊંડાણમાં જવાની આદત, તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હોવાથી તેમનો આ કુદરતી સ્વભાવ છે એમ કહી શકાય. હસ્તપ્રત વિશેનું પ્રકરણ આ વાતની પ્રતીતિ કરાવે છે. અને ખાસ વાત તો એ છે કે તેઓ જીવવિચાર જેવા ગહન વિષયના ઊંડાણમાં જઈ તેની સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતો, પરિભાષા, અર્થો, સંદર્ભો વગેરેને તુલનાત્મક દૃષ્ટિએ વ્યક્ત કરે છે. ‘જીવવિચાર રાસ એક અધ્યયન’ એક રાસ છે. મધ્યકાલીન જૈન સાહિત્યનું એક લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ રાસ હતું. તેના માધ્યમ દ્વારા શ્રાવક કવિ ઋષભદાસે રાસાની રચના દ્વારા જેન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું સરળ ભાષામાં આલેખન કર્યું છે. આવી ગહન કૃતિનું સંશોધન સંપાદન કરનાર પાર્વતીબહેન એક સાચા અર્થમાં સંશોધક છે તે વાતની પ્રતીતિ કરાવે છે. મધ્યકાલીન જેના ગુજરાતી સાહિત્ય એક મહાસાગર છે. અનેક ગ્રંથભંડારોમાં વર્ષોથી ભંડારાયેલી હસ્તપ્રતોમાંથી જીવવિચાર રાસની હસ્તપ્રત પસંદ કરી , તેનું લિવ્યંતર કરી, ગાથાર્થ, અનુવાદ અને કૃતિની સમાલોચના કરવી વગેરે અત્યંત પરિશ્રમ માંગી લે છે. આ પરિશ્રમયુક્ત કામ કરવાનું પાર્વતીબહેને પસંદ કર્યું અને અનેક મુશ્કેલીઓ વચ્ચે સુપેરે પાર પાડ્યું. આ સંશોધન કાર્ય