________________
૨૩૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત આનાથી વધુ મોટું અજ્ઞાન કયું? (વિવેક ચૂડામણી સ્વામી તદ્રપાનંદજી પૃ. ૧૧૧)
આમ આત્મા અને દેહ બંને એકબીજાથી ભિન્ન અને જુદા છે એક સૂક્ષ્મ, એક ધૂળ, એક દશ્ય, એક અદશ્ય, એક નિયામક, એક નિયમ્ય. આમ છતાં જો કોઈ પંચકોષવાળા જડ શરીરને આત્મા માને તો તે વાત દેવ કે પ્રભુ ને ભૂલીને, છોડીને, " સિમેન્ટ, ઈંટ, પથ્થરના મંદિરને જ દેવ માનવા જેવું છે. આ તો મકાનને કે ભવનને ભગવાન માની માલિકને ભૂલવાની ભયંકર ભૂલ કરવા જેવું છે. (પૃ. ૨૪૩)
आत्मा ज्ञानमयः पुण्यः। આત્મા જ્ઞાનમય અને પુણ્ય (વિશુદ્ધ) છે. આ તો મૃત અને સ્મૃતિનો અમરઘોષ સુણાવતું અમરકોષ જેવું સનાતન સૂત્ર છે. આત્મા જ્ઞાની નહીં પણ જ્ઞાન પોતે જ છે. પવિત્ર છે. પ્રકાશક છે અર્થાત્ સર્વનો જ્ઞાતા છે.
(પૃ. ૨૪૩) એમાં જ આગળ આત્માનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે ‘માત્મા સલાનન્તો નાચ ર વષ્નાવના' આત્મા આનંદ સ્વરૂપ છે (સુખદુઃખના અનુભવથી પર છે), એમાં દુઃખ ક્યારેય ન હોય. આત્મા જ્ઞાન અને ચૈતન્ય સ્વરૂપ છે.
આત્મા સ્વતંત્ર, સ્વયંપ્રકાશિત અને અન્યના આલંબનથી મુક્ત છે. ઉપરાંત જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાનો સાક્ષી છે. તેમ જ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા પાંચ કોશોથી ન્યારો છે અને સૌથી અસંગ કે વિલક્ષણ છે. એ જ નીચેના શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે.
अस्ति कश्चित्स्वयं नित्यमहंप्रत्ययलम्बनः। અવસ્થાશ્રયસાક્ષી સન્ પશ્ચકોવિલક્ષણ ||૨૭TI (પૃ. ૨૬૭) ચંદ્રકાંત (ઉપનિષદ્ગા સાર રૂપ ગ્રંથ) માં આત્માનું સ્વરૂપ (પૃ. ૧૬૬)
તમ ગાત્મા? આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મા સદા કેવળ આનંદસ્વરૂપ છે, અને તેને દેહની કોઇ અવસ્થા સાથે સંબંધ નથી.
જીવ એ અખંડાનંદ પરમાત્માની સત્તા માત્ર છે. જેનું સ્વરૂપ કળી કે કથી ન શકાય એવો ઈત્તરી સત્તારૂપ જીવ છે. તે શુદ્ધ, સનાતન, અખંડ, અલેપ અને વ્યાપક છે.”
‘જીવનો સ્વભાવ - કેવળ શુદ્ધ, સનાતન, સત્ત્વમય, પરમ ચૈતન્યમય, મહાપવિત્ર, નિર્લેપ, અવિનાશી, અપ્રમેય, અજન્મ, નિત્ય, શાશ્વત, અદ્વૈત, અવ્યય, અવિકારી, અચિંત્ય, અચળ, સર્વગત અને અવ્યક્ત છે.”
(પૃ. ૧૭૧) પં. શ્રીરામ શર્માચાર્ય - ચાર વેદ, ૧૦૮ ઉપનિષદ્ ષટ્રદર્શન, યોગ વશિષ્ઠ, ૨૦ સ્મૃતિઓ અને ૧૮ પુરાણોના પ્રસિદ્ધ ભાષ્યકાર છે. એમના લખેલા પદ્મપુરાણના ૪૨૯ થી ૪૫૪ પાનાનો સાર
પદ્મ પુરાણમાં આત્માનું સ્વરૂપ –
आत्मा मित्रं कृते ते सर्व देवि सुखाशया।