________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૩૧ प्रेत्यास्माद् लोकात् अमृता भवन्ति । અર્થાત્ - શ્રોત્રનો શ્રોત્ર, મનનું પણ મન, વાણીની વાણી, પ્રાણનો પણ પ્રાણ, આંખની આંખ છે તેમ કહ્યું છે અને તે રીતે જે આત્માને જાણે છે તે અમરતાને પામે છે.
(અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ.૧૨૦) બૃહદારણ્યક ઉપનિષમાં - ઋષિ યાજ્ઞવલ્કય દ્વારા ઉપદેશાયેલું છે કે
आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यो। અરે, આ આત્મા દર્શનીય, શ્રવણીય, મનનીય (ચિંતન અને વિચાર) અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે.
(અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ. ૮૩) - શ્વેતાશ્વતર ઉપનિષદ (૫.૯)
बालाय शत भागस्य शतधा कल्पितस्य च।
भागो जीवः स विज्ञेयः स चानत्याय कल्पते ॥ અર્થાત્ - જ્યારે વાળના અગ્રભાગને એકસો ભાગમાં વિભક્ત કરવામાં આવે અને પછી આમાંના પ્રત્યેક ભાગને એકસો ભાગમાં વિભક્ત કરવામાં આવે ત્યારે થતા એવા એ દરેક ભાગના જેવડું આત્માનું કદ હોય છે. (અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ.૬૩) એવી જ રીતે, એજ કથન નીચેના શ્લોકમાં કહેવાયું છે.
केशाय शत भागस्य शतांश सादृशात्मकः।
जीवः सूक्ष्म स्वरुपोऽयं संख्यातीतो हि चित्कणः॥ અર્થાત્ આત્માના પરમાણુઓનો અગણિત કણ છે. જે કદમાં વાળના અગ્રભાગના દશ હજારમાં ભાગ બરાબર છે.
(અપરોક્ષાનુભૂતિ તદ્રપાનંદજી પૃ. ૮૧) આ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ, ભોતિક પરમાણુઓથી પણ નાનો છે અને આવા કણ અસંખ્ય છે. આ અત્યંત નાનો દિવ્ય લિંગ ભૌતિક શરીરનો મૂળા આધાર છે અને જેવી રીતે કોઈ ઔષધિનો પ્રભાવ સમગ્ર શરીરમાં પ્રસરે છે તેમ આ દિવ્ય સ્ફલિંગનો પ્રભાવ પણ સંપૂર્ણ શરીરમાં વ્યાપે છે. આત્માનો આ વિદ્યુત પ્રવાહ સમગ્ર શરીરમાં ચેતનારૂપે અનુભવાય છે અને એ જ આત્માના અસ્તિત્ત્વનું પ્રમાણ છે કોઈ સામાન્ય સંસારી માણસ પણ સમજી શકે છે કે ભૌતિક શરીરમાંથી ચેતના કાઢી લેવામાં આવે તો મૃતદેહ બાકી રહે છે અને ગમે તેટલા ભૌતિક ઉપચારો દ્વારા આ ચેતનાને પાછી લાવી શકાતી નથી. તેથી ચેતના કોઇ ભૌતિક પદાર્થોના સંયોજનના ફળરૂપે હોતી નથી, પણ આત્માને કારણે હોય છે. (અપરોક્ષાનુભૂતિ તઝૂપાનંદજી પૃ. ૯૭) વિવેક ચૂડામણિ અનુસાર આત્માનું સ્વરૂપ
आत्मा विनिष्कलो ह्येको, देहो बहुभिरावृतः।
तयोरैक्यं प्रपश्यन्ति किमज्ञानमतः परम् ।।१७॥ અર્થાત આત્મા નિરવયવ અને એક છે, દેહ અનેક અવયવો અને આકારોથી ઘેરાયેલા છે. લોકો આ બંનેને એક જ સમજે છે. એટલે કે દેહ એ જ આત્મા છે તેમ માને છે