________________
૨૩૩
જીવવિચાર રાસ એક અધ્યયન
आत्मा नाम महापुण्यः सर्वग सर्वदर्शकः॥ સાત ગાથામાંથી આત્માનું સ્વરૂપ અહીં સારરૂપે લીધું છે.
હે દેવી, જેમણે પોતાના જ આત્માને મિત્ર બનાવ્યો છે એણે સુખની આશામાં બધું જ કરી લીધું છે. - આ આત્મા જેનું નામ છે તે બહુ મોટું પુણ્ય છે, સર્વત્ર ગમન કરવાવાળો છે, બધું જ જોવાવાળો છે, સંપૂર્ણ સિદ્ધિઓવાળો છે, એ સર્વાત્મા, સાત્વિક અને બધી સિદ્ધિઓને પ્રદાન કરવાવાળો છે અર્થાત્ એના ઉત્થાન, ચિંતન અને ઉત્કર્ષથી બધી સિદ્ધિઓ હસ્તગત થઈ જાય છે. આ આત્મા એવો છે જેમાં બધા દેવતા નિવાસ કરે છે. તે એકલો જ નિરંજન સ્વરૂપવાળો ભ્રમણ કર્યા કરે છે. પણ ક્યારેક માયા પ્રપંચને કારણે પાંચ મહાભૂત સાથે મૈત્રી થતાં જ્ઞાન-ધ્યાન એનાથી દૂર રહેવા સમજાવે છે પણ બુદ્ધિ એને ફસાવે છે. પછી પંચમહાભૂતનો સંગાથ કરતાં ગર્ભમાં દુઃખ પામે છે. છૂટવાનું વિચારે છે પણ પછી પરિવારજનોના મોહથી સંસારમાં ખૂંપતો જાય છે. ક્યારેક જાગૃત થતાં પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે.
નિષ્કર્ષ - જેનેતર દર્શનોનાં ગ્રંથોમાં પણ આત્માનું સ્વરૂપ યથાતથ્ય આલેખાયેલું છે. જેનેતર દર્શનના ગ્રંથો અનુસાર આત્મા અજન્મા, સનાતન, સ્થાયી, કૂટસ્થ નિત્ય, શાશ્વત, પુરાતન, અછેદક, અભેદક, અહનક, અદ્રાવ્ય, અખંડ, અદ્વિતીયા સતુ, અમર, દર્શનીય, શ્રવણીય, મનનીય, નિદિધ્યાસન કરવા યોગ્ય, ચેતન, નિરવયવ, એક, સ્વતંત્ર, સ્વયંપ્રકાશિત, નિરાલંબન, આનંદ સ્વરૂપ, અસંગ અને વિલક્ષણ છે.
આત્મા અદશ્ય તેમ જ અમૂર્ત હોવા છતાં પ્રાયઃ સર્વ દાર્શનિકોએ આત્માના અસ્તિત્વનો
સ્વીકાર કર્યો છે. પરંતુ એના સ્વરૂપ બાબત એકમતતા જળવાતી નથી. કોઈએ એને જ્ઞાનવંત માન્યો છે તો કોઈએ મૂઢ, કોઈએ મૂર્ત માન્યો છે કોઈએ અમૂર્ત, કોઈ એને નિત્ય માને છે તો કોઈ અનિત્ય, કોઈ કર્તા માને છે તો કોઈ ભોક્તા. આમ વિવિધ દર્શનોમાંથી વિવિધ સૂર પ્રાપ્ત થાય છે. પ્રાયઃ સર્વ દાર્શનિકોએ જીવની કોઈ એક વિશેષતાને ગ્રહણ કરીને એને જ એનું સ્વરૂપ માનીને ચિત્રિત કર્યો છે. પરંતુ જેના દર્શનમાં જીવનું સર્વાગીણ સ્વરૂપ મળે છે. વિવિધ દાર્શનિકોના આત્મા સંબંધી મતોનો સમન્વય જૈન દર્શનના આત્મ સ્વરૂપમાં દૃષ્ટિગોચર થાય છે. ‘દ્રવ્ય સંગ્રહ’ માં આત્મ સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે -
जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेह परिमाणो।
भोत्ता संसारत्थो सिद्धो सो विस्स सोइढगई। અર્થાત્ - આત્મા ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, દેહ પરિમાણી છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ થઈ શકે છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરવાવાળો છે. આમ આ ગાથામાં આત્માના સર્વાગીણ સ્વરૂપનું દિગદર્શન થયું છે.