________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૭૯ પડે છે ! વનસ્પતિમાં પણ કેવી કારમી વિષયવાસના ! અને તે શાંત કરવા માટેનો જોરદાર પ્રયત્ન !! ૧૧) વાવીસનેરીયા, સ્પાઈવાલીસ નામની જલવનસ્પતિ કુંવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે એટલે તરત પુંજાતના છોડનો પરાગ છૂટી કુંવારા સ્ત્રી પુષ્પમાં મળે છે અને પાંદડું બંધ થઈ પાણીમાં ડૂબી જાય છે. ૧૨) તળાવમાં થતી ગાજ વનસ્પતિને ફૂલની ઉત્પત્તિ વખતે પુષ્પનો મૃણાલ તૂટીને પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રીપુષ્પ તરત ઉપર આવે છે. પુષ્પનો પરાગ મેળવવા તે ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે.
વનસ્પતિના મૈથુનનો આથી વધુ પુરાવો શો હોઈ શકે? આ તો થઈ વિજ્ઞાનની વાત પણ જિનાગમોમાં તો આ વાત પહેલેથી જ કહેવાઈ છે.
વનસ્પતિકાયમાં સંજ્ઞા સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટે વનસ્પતિકાય દ્વારા સંજ્ઞાનું સ્વરૂપ સમજાવ્યું છે એવું જ અન્ય ચાર સ્થાવરોમાં પણ સમજી લેવું.
બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચરેન્દ્રિયમાં સંજ્ઞા ૯૨ દસઇ સાંગ્યના ધરી લહીઈ... ૧૦૧. દશઈ સાંગ્યના ભાખઈ વીર, ૧૧૪ દસઇ સાંગ્યના હોય રે...
આમ બેઈન્દ્રિય, તેઈન્દ્રય અને ચોરેન્દ્રિયમાં દશ સંજ્ઞા હોય. પંચેન્દ્રિયમાં પણ દશ સંજ્ઞા હોય. ૧૨૨. દસઈ શાંગિના પૂરી હોય.
દેવગતિમાં દશ સંજ્ઞા હોય પણ કવિએ એનો ઉલ્લેખ નથી કર્યો.
મનુષ્યગતિમાં પણ દશ સંજ્ઞા હોય જુઓ નીચેની ગાથા. ૧૪૮ .. દસઈ સંગ્યના તેહનિ હોય.
સંમૂર્છાિમ મનુષ્યમાં પણ દશ સંજ્ઞા હોય. ૧૮૫. સંગિના દસ તે નીરધાર.
તિર્યંચમાં ગર્ભજ ને સંમૂર્છાિમ બંનેને દશ સંજ્ઞા હોય. ૧૯૫. દસિ સાંગ્યના તેહેનઈ જોય ૨૦૩... દસઈ શાંગ્યનાનો તસ સંચ.
નારકીમાં પણ દસ સંજ્ઞા હોય. ૨૫૭.. દશઇ સાંગ્યના દસઈ પરાંણ.
આમ સંજ્ઞા બધા સંસારી જીવોમાં હોય છે. પરંતુ મનુષ્યમાં છઠ્ઠા ગુણસ્થાના પછી સંજ્ઞા ન હોય. નરકાદિ ૨૪ દંડકમાં દશ દશ સંજ્ઞા હોય છે કોઈમાં સામગ્રી અધિક મળવાથી પ્રવૃત્તિરૂપે હોય છે. કોઈમાં સત્તારૂપે હોય છે. જીવના પ૬૩ ભેદમાં સંજ્ઞા હોય છે.