________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૦૫ (ઋષભદાસની સાહિત્યોપાસના - ઉષા શેઠ - મૃ. ૧૨૮) કુમારપાલ રાસની શૈલી પ્રાસાદિક, મધુર અને મુખ્યત્વે દલપત રામની માફક ઉપદેશાત્મક અને બોધપ્રધાન છે, ભાષા મીઠી અને રસાળ છે.”
(કવિ ઋષભદાસ એક અધ્યયન ડો. વાડીલાલ ચોકશી-પૃ. ૫૧) વિવિધ રાગ-રાગિણી, દુહા, છંદ, કવિત, કૂટક, છપ્પઈ, ચોપઈ, વસ્તુ વગેરેનો કવિએ ઉપયોગ કર્યો છે. પોતાના પૂર્વેનો કવિનો ઉપકાર માની નમ્રતા પણ બતાવી છે.
આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય, લાવણ્ય, લીંબો, ખીમો ખરો, સકલ કવિની કીર્તિ કરો.
હંસરાજ, વાછો દેપાલ, માત, હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુહંસ, સમરો, સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ.
એ કવિ મોટા બુદ્ધિવિશાલ, તે આગલિ હું મુરખ બાલ, સાયર આગલિ સરોવર નીર, કશી તોડી આછણ નિં નીર” આમ આ રાસ રોચક, બોધક, ઉપદેશક છે. ૮) નવતત્ત્વ રાસ : ૮૧૧ કડી .સં. ૧૬૭૬ દિવાળી કાર્તિક વદી અમાસા રવિવાર ખંભાતમાં રચ્યો.
આ રાસમાં પ્રથમ ઋષભદેવની સ્તુતિ કરી છે. નામ પરથી અનુમાન થાય કે એમાં નવતત્ત્વનું વિસ્તૃત વર્ણન હશે. અંતમાં રાસ રચનાથી પ્રાપ્ત થયેલ સુખ વર્ણવ્યું છે. પોતે અન્ય કવિથી કેવા છે તે ઉપમા સહિત બતાવીને પોતાને પરિચય આપ્યો છે. ૯) ભરત બાહુબલિ (ભરતેશ્વર રાસ) : ૧૧૧૬ કડી ૮૪ ઢાળ ૨.સં. ૧૬૭૮ પોષ શુ. ૧૦ ગુરૂવાર ત્રંબાવતીમાં રચ્યો.
આ રાસ આનંદ કા. મ. મો - ૩ માં ૧૦૫ પૃષ્ઠોમાં પ્રકાશિત થયો છે. આ રાસ શ્રી હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર” માંના ઋષભદેવ ચરિત્રના આધારે રચાયેલો છે. ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલિના જીવનચરિત્રનું તેમાં આલેખન છે. એમના પૂર્વભવોનું પણ એમાં વર્ણન છે.
ભરતની સ્ત્રીરત્નનું વર્ણન કવિની વર્ણનશક્તિનો સુંદર ખ્યાલ આપે છે. આ પછી ભરત બાહુબલિ વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મલ્લયુદ્ધ, મુસ્પૃિદ્ધ અને દંડયુદ્ધ પ્રાચીન કાળનાં હાથોહાથ થતાં દ્વાદ્ધ યુદ્ધનો સુંદર ખ્યાલ આપે છે.
બાહુબલિ દીક્ષા લે છે. પોતાના નાના ભાઈઓને નમવું ન પડે માટે એકાંતવાસ સ્વીકારી ઘોર તપ કરે છે. પરિણામે કેવળજ્ઞાન થતું નથી. ત્યારે પ્રભુથી પ્રેરિત તેમની બે બહેનો ગજ ચઢિયાં કેરળ ન થાય એમ કહે છે ને બાહુબલિ