________________
૧૦૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત 9) અજકુમાર રાસ : પપ૭ કડી, ૨.સં. ૧૬૭૦ ચે. શુ. ૨ ગુરૂવાર ખંભાતમાં રચ્યો.
ઋષભદાસની સાહિત્યોપાસના” માં ઉષાબેન શેઠે લખ્યા મુજબ “જેનોના આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુના ગણધર અજાકુમારની કથા છે. અજાપુત્ર ગુરૂને પોતાના માતાપિતાએ શા માટે ત્યાગ કર્યો હતો એ પૂછતાં ગુરૂ કહે છે કે શેષ વિના અબળા સ્ત્રીને તજવાના પાપકર્મથી તારા માતા-પિતાએ તારો ત્યાગ કર્યો હતો. અને પછી સંયમના પાલનના પુણ્યથી તું રાજા થયો. આ ભવમાં પણ તું સંયમ લઈને પછી દેવ થઈશ. ત્યાર પછી આ ચંદ્રાનન નગરી જેવી નગરીમાં ચંદ્રપ્રભુ જિનેશ્વર થશે તેમનો તું દત્ત નામનો ગણધર થઈશ. અને મુકિતરૂપી નારીને વરીશ.” ૭) કુમારપાલ રાસ : ૪૬૯૯ કડી, ૨.સં. ૧૬૭૦ ભાદરવા સુદ - ૨ ગુરૂવાર ત્રંબાવતીમાં રચ્યો.
આ કૃતિ શરૂઆતમાં કવિ સિદ્ધ, શ્રી ભગવંત, ગણધર, કેવલી મુનીવર જિનબિંબ, સૂત્રસિદ્ધાંત, ચતુર્વિધસંઘ, નર મહંત, ક્રિયાપાત્ર, તપસ્વી, શીલવંત, ગચ્છાધિપતિ, સરસ્વતી આદિને નમન કરે છે.
આ રાસમાં ગૂર્જર નરેશ કુમારપાલનું જીવન વૃત્તાંત છે. કુમારપાળે જેન ધર્મ અંગીકાર કરી ૧૨ વ્રત ધારણ કર્યા હતા. અહિંસાના પ્રખર સમર્થક હતા. અઢારે દેશમાં અમારિ પ્રવર્તાવી હતી. અંતમાં મરણ પામી ‘સતમલી’ નામના રાજા થશે પદ્મનાથ તીર્થંકર પાસે દીક્ષા લઈ ગણધર પદવી પ્રાપ્ત કરી નિર્વાણ પામશે.
શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અનુસાર “આ રાસનો કથાભાગ કે વસ્તુ ગૌણ છે, અમારિ, શીલ, દાન, તપ, ભાવ આદિ જે સદાચારના સિદ્ધાંતો ઉપર જેનધર્મ ખાસ ભાર મૂકે છે તેનો બોધ કરવો અને જિનમતનો મહિમા ગાવો એ જ આ રાસનો પ્રધાન વિષય છે.”
(આનંદ કાવ્ય મહોદધિ મોક્તિક - જીવણચંદ સાકરચંદ ઝવેરી પૃ. ૧૮)
આ રાસ દ્વારા ઋષભદાસના વિવિધ શાસ્ત્રના વિશાળ જ્ઞાનનો પરિચય થાય છે. જેમ કે સામુદ્રિક શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, શુકન શાસ્ત્ર, સ્વપ્ના શાસ્ત્ર વગેરે.
“કવિ ઋષભદાસ એક સારા સંગ્રહકાર છે એ પણ સિદ્ધ થાય છે. આ રાસમાં એમણે રાસની વસ્તુથી તદ્દન સ્વતંત્ર છતાં પણ લોકોનું સામાજિક, વ્યવહારિક, નૈતિક તેમ જ ધાર્મિક જ્ઞાન વધે એવા સંગ્રહો અનેક સ્થળે મૂક્યા છે જેમ કે ત્રણ દુઃખ (૨-૧૨૯ - ૮૫) ચાર પાપ ૨-૧૨૯-૮૫) સાત - સાત વસ્તુનો સંગ્રહ (૨-૧૨૧-૨૨) આઠનો સંગ્રહ - આઠ પુરૂષ - અચરજ, નવ અખુટ વગેરે.”