________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૦૩
સરસ્વતીના ૧૪ સ્વરૂપ (નામ) બતાવીને એમની શબ્દ સમૃદ્ધિનો પરિચય કરાવ્યો છે.
૨) વ્રતવિચાર રાસ : આ રાસમાં ૮૧ ઢાળ ૮૬૨ કડી છે. (આસો વદ અમાસના ગુજરાતી મહિના પ્રમાણે) કાર્તિક વદિ ૦૫ (અમાસ) ૧૬૬૬ દિપાવલીના ત્રંબાવતી (ખંભાત) માં રચાયો છે. શરૂઆત પાર્શ્વનાથની સ્તુતિથી કરીને પંચ પરમેષ્ઠીને વંદન કર્યા પછી સરસ્વતીનું સ્મરણ કર્યું છે. આમાં યતિધર્મને શ્રાવકધર્મ બે ધર્મ બતાવીને શ્રાવક ધર્મનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અંતમાં કવિનો પરિચય છે. આ કૃતિ અપ્રગટ છે. શ્રીમતી રતનબેન ખીમજી છાડવા આ રાસ પર સંશોધન કરી રહ્યા છે.
૩) સુમિત્ર રાજર્ષિ રાસ : ૪૨૫ કડી ૨. સં. ૧૬૬૮ પોષ શુદ ખંભાતમાં રચી.
-
૨ ગુરૂવાર
પ્રથમ તીર્થંકર ઋષભદેવનું સ્મરણ, દાન, શીલ, તપ, ભાવમાં દાનની મહત્તાનું વર્ણન, સુમિત્ર રાજા અભયદાન - સુપાત્ર દાનથી સુખ - સમૃદ્ધિ પામ્યો તેનું આલેખન, ઋષભદાસનો કવિ તરીકે ઉલ્લેખ પણ અંતમાં થયો છે.
રિષભ કવિ ગુણ તાહરાં ગાય, હીયરેં હરખ ઘણેરો થાય, સકલ કવિનિં લાગી પાય, મિં ગાયો મુનીવર રિષીરાય.
૪) સ્થૂલિભદ્ર રાસ : ૭૩૨ કડી ર. સં. ૧૬૬૮ દિવાળી કારતક અમાસ શુક્રવાર ખંભાતમાં રચ્યો - સરસ્વતી દેવીની મહત્તા બતાવીને સ્થૂલિભદ્રના રાસની શરૂઆત કરી છે.
‘કવિ ઋષભદાસ એક અધ્યયન’માં શ્રી વાડીલાલ ચોકસીએ લખ્યું છે કે “આ રાસમાં નવમા નંદના શકડાલમંત્રીના પુત્ર સ્થૂલિભદ્રનું પ્રખ્યાત ચારિત્ર છે. ચિરપરિચિત ગણિકાના રંગમંડપમાં રહીને પણ સાધુપણામાં અડગ રહેનાર અને ખટરસનાં ભોજન લેવા છતાં અણીશુદ્ધ ચારિત્ર પાળવાનું મહા દુષ્કર (દુષ્કર દુષ્કર) કાર્ય કરનાર સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત જૈનોના પ્રખ્યાત આગમ પુસ્તક કલ્પસૂત્રમાં આવે છે, અને ઘણા પૂર્વાચાર્યોએ તે ચરિત્ર પર પુસ્તકો લખ્યાં છે. જે ઉપરથી ઋષભદાસે આ સ્થૂલિભદ્ર રાસ રચ્યો છે.”
કવિ ઋષભદાસે અંતિમ ઢાલમાં બતાવ્યું છે ‘‘ટાલઈ કામવિકાર રે, શાસન રાષણહાર”
-
અંતમાં રાબેતા મુજબ કવિનો પરિચય છે.
૫) નેમિનાથ નવરાસો અથવા સ્તવન (અથવા ઢાલ) : ૭૨ કડી ર. સં. ૧૬૬૭ (૬૦,૬૨,૬૪) પોષ સુ. ૨ ઋષભનગર - ખંભાતમાં રચ્યો. સરસ્વતી દેવીને નમન કરીને ૨૨ મા તીર્થંકરનું સ્તવન રચ્યું છે. ચૈત્યવંદન આદિ સંગ્રહમાં પૃ. ૧૫૧ ૫૭ માં આ સ્તવન પ્રકાશિત છે.