________________
૧૦૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રતિબોધ પામતા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
ભરત મહારાજાને પણ આરિસા ભુવનમાં કેવળજ્ઞાન થાય છે. આમ બંનેના ચરિત્ર દ્વારા આત્મ કલ્યાણનો સંદેશો પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત આ રાસમાં ખંભાતનું વિસ્તૃત વર્ણન, સુભાષિતો સામનો સંગ્રહ, ચારનો સંગ્રહ વગેરે પ્રાપ્ત થાય છે. ૧૦) ક્ષેત્રપ્રકાશ રાસ ઃ ૫૮૨ કડી, ર.સં. ૧૬૭૮ માધવમાસ સુદ ૩ ગુરૂવાર ખંભાતમાં રચ્યો.
સરસ્વતીની મહત્તા બતાવી શરૂઆત કરી છે.
ઉષાબેન શેઠે જણાવ્યા અનુસાર આમાં સાગરોપમનું પ્રમાણ, જંબુદ્વીપનો વિસ્તાર, જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું વર્ણન, લવણસમુદ્ર, ધાતકીખંડ, અઢીદ્વીપ વગેરે વિસ્તારથી સમજાવ્યાં છે. ૧૧) સમકિતસાર રાસ : ૮૭૯ કડી, ર.સં. ૧૯૭૮ જેઠ સુદ ૨ ગુરૂવાર ત્રંબાવતી ખંભાતમાં રચ્યો.
જે.ગુ.ક. માં આદિ આપેલ નથી. આ રાસમાં સમકિતનું મહત્ત્વ બતાવ્યું છે તેમ જ વ્યવહાર સમકિતના ૬૭ બોલનું વર્ણન છે. આ અપ્રગટ કૃતિ પર હાલા ‘ભાનુબેન શાહ નામના બેન સંશોધન કરી રહ્યા છે. ૧૨) બાર આરા સ્તવન અથવા ગૌતમ પ્રશ્નોત્તર સ્તવન : ૧૬ કડી, ર.સં. ૧૬૭૮ ભાદ્રપદ શુ. ૨ આના નામ પરથી લાગે છે કે બાર આરાનું સ્વરૂપ (અવસર્પિણી કાળના -૬ + ઉત્સર્પિણી કાળના ૬ =૧૨) ગૌતમ સ્વામીના પ્રશ્નોના માધ્યમથી સમજાવ્યું હશે.
ગૌતમ પૂછિ વીરનિ, પરઉપગારાં કામિ....” ચે. આદિ સં. ભાગ ૩, પૃ. ૧૧૭-૨૫ (તથા અન્યત્ર) પ્રકાશિત થયેલ છે. ૧૩) ઉપદેશમાલા રાસ : ૧૩ ઢાળ, ૭૧૨ કડી, ર.સં. ૧૬૮૦ મહા સુ. ૧૦ ગુરૂવાર ખંભાતમાં રચ્યો.
શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ છે. અંતમાં બતાવ્યાનુસાર ધર્મદાસગણિ લિખિત ઉપદેશમાલા અનુસાર આ રાસ રચાયો છે. છેલ્લી ગાથાઓમાં હરિયાળી દ્વારા પ્રશ્નો કરી કોણે, ક્યાં, ક્યારે રાસ રચ્યો એ બતાવ્યું છે. ૧૪) હિતશિક્ષા રાસ : ૧૮૬૨ કડી, ૨.સ. ૧૬૮૨ માધ માસ સુદ ૫ ગુરૂવાર ખંભાતમાં રચ્યો.
આ “હિતશિક્ષા રાસ’નું રહસ્ય “જેનધર્મપ્રકાશ'માં સાર રૂપે શેઠ કુંવરજી આણંદજીએ લખી કટકે કટકે પ્રગટ કર્યું હતું અને તે જુદું પુસ્તકકારે પણ જેન ધર્મ પ્રચારક સભા તરફથી પ્રગટ થયું છે.
પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી અનુસાર આ રાસ ભીમશી માણેક, મુંબઈ