SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૨ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની મૃતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોદિની પૂ. લલિતાબાઈ મ. સા.ના વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુર જન્મ શતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે. * જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. - જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. * જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત - સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી. ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. + સેન્ટર ચેરીટી કમિશનર અને I.T. 80Gમાં રજીસ્ટર્ડ છે. ગુણવંત બરવાળિયા ટ્રસ્ટી, અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપુર, જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ૦૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોન: ૦૨૨-૪૨૧૫૩૫૪૫ મોબાઈલ: ૦૯૮૨૦૨૧૫૫૨ Email: gunvant.barvalia@gmail.com
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy