________________ લેખિકાનો પરિચય શ્રીમતી પાર્વતી નેણશી વિજપાર ખીરાણી માટુંગા (લાકડીઆ-કચ્છ) જૈન સિદ્ધાંત આચાર્ય,M.A., Ph.D. (જૈનોલોજી) M.A. (સંસ્કૃત) સાસુ-સસરાઃ ભાનુબેન વિજપાર રાઘવજી ખીરાણી (લાકડીઆ-કચ્છ) માતા-પિતાઃ મણીબેન મણસી ભીમશી છાડવા | (સામખીયારી-કચ્છ) જેનદર્શનની અંદર સૌથી મહત્ત્વનો વિષય હોય તો એ છે “જીવ.” શ્રી દશવૈક્લીકના ચોથા અધ્યયનમાં કહ્યું પણ છે કે - जो जीवे वि वियाणेई, अजीवे वि वियाणेइ / जीवाजीवे वियाणंतो, सो ऊ नाहीइ संजमम् // દશ. અ.-૪, ગા.૧૩ અર્થાત્ જે જીવને સારી રીતે જાણે છે તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અજીવ બંનેને જાણનારો સંયમને સારી રીતે જાણી શકે છે. જીવને સારી રીતે જાણવા તેના લક્ષણ, ભેદ, સ્વરૂપ વગેરેનો યથાર્થ બાધ કરવો જાઈએ જેને કારણ જીવને અને પ્રતિપક્ષી અજીવને પણ બરાબર ઓળખી શકાય છે. આ જીવ’ એવો નિશ્ચયપૂર્વક બોધ થયો કે ‘આ અજીવ’ એવો બોધ પણ નિશ્ચયપૂર્વક થવાનો જ ! જેને જીવના લક્ષણો લાગુ પડતા નથી તે અજીવ. આમ જીવનું જ્ઞાન મહત્ત્વનું હોવાથી જીવ વિશેના વિચાર અંગસૂત્ર આદિ આગમ તેમજ બાલાવબોધ, પ્રકરણ, રાસ સઝાય વગેરેમાં થયા છે, તે આપણે જાણવા જોઇએ.