________________
છે.”
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૩ વ્યાકરણની દૃષ્ટિએ પરિપૂર્ણ હોય એવું સાહિત્ય રચાય તે વિદ્વદ્ સાહિત્ય છે જે પ્રાયઃ કરીને વિદ્વાનો દ્વારા જ ભોગ્ય હોય છે. તેથી વિદ્રોગ્ય સાહિત્ય કહેવાય છે.
સાહિત્યના ગદ્ય અને પદ્ય એવા પણ બે પ્રકાર છે. अनिबद्धं गद्यम् । निबद्धं पद्यम्। અનિબદ્ધ રચના તે ગદ્ય, તે સીધા પાઠ સ્વરૂપે હોય.
નિબદ્ધ રચના એટલે જેમાં છંદશાસ્ત્રના નિયમોને અનુસરીને એકંદર પદાવલીની રચના કરવાની હોય તેને પદ્ય કહે છે. સાહિત્યની આવશ્યકતા : “સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજવા માટે, માનવ માનવ વચ્ચેના સંબંધોના સાચા અર્થ શોધવા માટે, સૃષ્ટિના અંતરંગમાં રહેલી શક્તિને અનુભવવા માટે, નવી રચના-નવસર્જન માટે, મૂલ્ય પરિવર્તન માટે, યુગધર્મ સ્થાપવા માટે, એક કલ્યાણકારી પ્રેમસૃષ્ટિના વિશ્વવ્યાપી આવિર્ભાવ માટે જરૂરી
| (જીવન ચક્ર ધૂમકેતુ પૃ. ૧૧) ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક રમણલાલ વ. દેસાઈએ એમના વિશિષ્ટ ચિંતન ગ્રંથ “જીવન અને સાહિત્ય માં આબેહૂબ નોંધ્યું છે કે “સમાજ કેવો છે તેની ખાતરી કરવી હોય તો સમાજના સાહિત્ય તરફ દષ્ટિ કરવી, કારણ સાહિત્યમાં પ્રજાની રસવૃત્તિનું પ્રજાના આશ-અભિલાષનું પ્રજાના મંથનો અને આદર્શોનું પ્રજાના કલાન્વિત ચિંતનોનું પ્રતિબિંબ પડે છે.” (જીવન અને સાહિત્ય - મૃ. ૧૨)
“જીવનની ઘણીખરી રેખાઓનો ચિતાર સાહિત્યમાં આવી જાય છે અને ઘણી વખત તો આ રેખાઓ એટલી સ્પષ્ટ હોય છે કે ફક્ત સાહિત્ય ઉપરથી જ અમુક સમાજના જનસમાજની સ્થિતિ, તેના રીતરિવાજ અને તેના જીવનમાં થતા પરિવર્તનોનો ઈતિહાસ આપણે ઊભો કરી શકીએ છીએ.” (જીવન અને સાહિત્ય - મૃ. ૨૪)
આમ સમાજની ચડ - ઉતર એની ચિંતનધારાઓ તેમ જ એના વ્યક્તિત્વના વિકાસને જાણવામાં સાહિત્ય જરૂરી કામગીરી બજાવે છે. સાહિત્યના માધ્યમથી પ્રજાની અનુભૂતિઓ અને સુખદુઃખ સંબંધિત વિચાર શૃંખલાઓ પણ જાણી શકાય છે. સાહિત્યના ઇતિહાસમાંથી જ વર્તમાનનું ઘડતર અને ભવ્ય ભવિષ્યનું ચણતર થઈ શકે છે.
આ રીતે સાહિત્યનું સ્વરૂપ, તેની વિવિધ પરિભાષાઓ આદિ તીર્થંકર ઋષભદેવથી શરૂઆત તેમ જ શ્રુતજ્ઞાનરૂપે પ્રારંભ, સાહિત્યના પ્રકારો તથા સાહિત્યની આવશ્યકતા વિશેની વિચારણા અહીં રજુ કરી છે.
ભારતીય સાહિત્ય વૈશ્વિક સ્તરે ભારતીય સાહિત્ય પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જ્ઞાન - વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ભૂગાળ, જ્યોતિષશાસ્ત્ર, વૈદ્યકીય, આર્થિક, ધાર્મિક, વિવિધ