SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત માનવી વ્યવસ્થિત અર્થસભર બોલતો થયો ત્યારથી, થઈ. લેખન સાહિત્યની શરૂઆત ક્યારથી થઈ એ શોધવા બેઠી તો એનું મૂળ આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી સુધી પહોંચ્યું, જે નીચેની બાબતોથી સ્પષ્ટ થાય છે. ૧) ઋષભદેવ સ્વામીએ પોતાની જ્યેષ્ઠ સુપુત્રી બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિઓ. શીખવાડી હતી. (જેન પરંપરાકા ઈતિહાસ (હિન્દી) - આચાર્ય મહાપ્રજ્ઞ પૃ. ૮) ૨) તેમ જ ઋષભદેવ સ્વામીએ સામાન્યજનોને આજીવિકા માટે ત્રણ કર્મનું શિક્ષણ આપ્યું, એમાંનું એક છે “મસિકર્મ.’ મસિ એટલે શાહી. શાહી બનાવવાની પ્રક્રિયા અને એનાથી લખવાની પ્રક્રિયા શીખવાડી જેથી સિદ્ધ થાય છે કે લેખનની શરૂઆત ત્યારથી થઈ છે. ૩) પ્રભુએ પોતાના જયેષ્ઠ પુત્ર ભરતને ૭૨ પ્રકારની કળા શીખવાડી જેમાં પ્રથમ જ કળા લેખન-કળા છે. (શ્રી સમવાયાંગ સૂત્ર - ઘાસીલાલજી - મૃ. ૧૧૨). આ ત્રણે બાબતથી સિદ્ધ થાય છે કે લેખનકળાની શરૂઆત પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામી કે આદિનાથ પ્રભુથી જ થઈ છે. એનો પડઘો શ્રી ભગવતી સૂત્રમાં પણ પડે છે. “વિવિધ પ્રકારના પ્રવાહરૂપ પ્રજ્ઞા, બુદ્ધિની જેના દ્વારા પ્રાપ્તિ થાય છે એવા વિવાહ પ્રજ્ઞપ્તિ એટલે શ્રી ભગવતી સૂત્રમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને સુધર્મા સ્વામીએ શ્રુતજ્ઞાનમાં અર્થાત્ સાહિત્ય રચનામાં મદદરૂપ લિપિજ્ઞાન - ભાષાલિપિને નમસ્કારના ઉદ્દેશથી ‘નનો વમી ભિવીણ' “બ્રાહ્મી લિપિને નમસ્કાર રો' એમ કહ્યું છે. “” થી શરૂ કરીને ‘’ સુધીની જે વર્ણરૂપ ભાષા છે તેને લિપિ કહે છે. અમરકોષમાં બ્રાહ્મી તુ મારતી ભાષા, ગીર્વાઇન વાળી સરસ્વતી' એ શ્લોકાર્ધ દ્વારા એવું જ કહ્યું છે. આ ભાષાની સંકેતરૂપ લિપિનું નામ બ્રાહ્મીલિપિ છે. તેનો ભાવાર્થ એ છે કે પુસ્તકો વગેરેમાં ‘x” આદિ અક્ષરરૂપ જે સાંકેતિક રચના નજરે પડે છે તે બ્રાહ્મીલિપિ છે. લિપિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં સહાયક થતું હોવાથી સુધર્મા સ્વામીએ એ ભાવકૃતજ્ઞાનના કારણરૂપ આ લિપિજ્ઞાનરૂપ ભાષાલિપિને ‘નનો વિકી ત્રિવીર’ આ સૂત્ર દ્વારા નમસ્કાર કર્યા છે.” | (શ્રી ભગવતી સૂત્ર - ૧ ઘાસીલાલજી મ. પૃ. ૧૭) સાહિત્યના પ્રકાર : સાહિત્યના મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) લોકભોગ્ય સાહિત્ય અને (૨) વિદ્રોગ્ય, સાહિત્ય. ૧) લોકભોગ્ય - લોકસાહિત્ય : “સામાન્યજનો માટે રચાયેલું સાહિત્ય જના સામાન્યમાં આદર પામેલું સાહિત્ય. ૨) વિહ્નોગ્ય સાહિત્ય વિદ્વાનો દ્વારા ભાષા અને અર્થનું યોગ્ય સંમિશ્રણ કરીને,
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy