________________
૨૧
પ્રકરણ – ૧ જૈિન સાહિત્યની અંતર્ગત રાસાનું સ્વરૂપ અને વિકાસ|
સાહિત્યનું સ્વરૂપ તેમજ પરિભાષા માનવી એક ચિંતનશીલ પ્રાણી છે. એના ચિંતનને એ કથન દ્વારા આબેહૂબ વ્યક્ત કરી શકે એવું અમુલ્ય વરઘન એને મળ્યું છે. કથન અને મનન કે વાણી અને વિચાર દ્વારા જે સન્ન થાય છે તેને સાહિત્ય કક્વાય છે.
નીચેના અવતરણો દ્વારા સાહિત્યનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ થાય છે. ૦ શબ્દ અને અર્થના સહિતપણામાંથી, જોડાણથી સાહિત્ય બને છે.
• ભામહ નામના પ્રાચીન વિવેચક સાહિત્ય મનના વેગોની સૃષ્ટિ મનાય છે. એમાં “સહિતત્વ = સહિતચ માવ સાહિત્ય” નો સમાવેશ છે.
(હિન્દી સાહિત્યકા સંક્ષિપ્ત ઈતિહાસ. ડૉ. હરિચરણ શર્મા પૃ. ૩) ૦ સાહિત્ય એ માનવજાતનું મગજ છે. મગજમાં જેમ વેદના અનુભવ અને જ્ઞાન સચવાયેલા હોય પછી એ અનુસાર નવા વેદના અને અનુભવનો અર્થ ઘટાવે છે, તેમ આખી માનવજાતિ પાસે સાહિત્યના રૂપમાં પોતાના ભૂતકાળની નોંધ હોય છે.
| (સાહિત્યમાં વિવેક નગિનદાસ પારેખ પૃ. ૨૪) ૦ જનતાની ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ જેમાં પડે તે સાહિત્ય...
આચાર્ય રામચંદ્ર શુકલ • સાહિત્ય એક જાતનું ચૈતન્ય છે, સામાજિક તેજ છે, મનુષ્ય સંકલ્પની અમોઘ શક્તિ છે. આ શક્તિની સહાયથી માનવી ધારે તો સારું કે નરશું પરિણામ લાવી શકે છે. એટલે એ બે ધારી તલવાર જેવું છે.
(ગુજરાતી સાહિત્યના સ્વરૂપો – પ્રો. મે. મજમુદાર પૃ. ૨) આ અવતરણોને આધાર કહી શકાય કે - શબ્દરૂપી મોર અર્થરૂપ પીછાં દ્વારા જ્યાં પોતાની ભિન્ન ભિન્ન કળા બતાવે છે તે છે સાહિત્ય. પછી તે વાણીરૂપે હોય કે પુસ્તકરૂપે શબ્દસમૂહરૂપ શરીરથી બનેલા સાહિત્યનો આત્મા અર્થસમૂહ છે. સર્વાગ સુંદર સાહિત્ય માટે ભાષાશુદ્ધિ, શબ્દશુદ્ધિ અને અર્થશુદ્ધિ જરૂરી છે. જેને કારણે માણસની લાગણી તેમ જ વિચારો સુંદર રીતે પ્રગટ થાય છે. એટલે જ સાહિત્યને પ્રજાના માનસની યાત્રા કહી છે. કારણ કે એમાં પ્રજાની ચેતનાના અનુભૂત સ્પંદનો ઝિલાયેલા હોય છે. સાહિત્યની શરૂઆત ક્યારથી ૧ કથનરૂપ સાહિત્યની શરૂઆત જયારથી