________________
૨૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત દાર્શનિક, ગણિતશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ઈતિહાસશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે ક્ષેત્રમાં ભારતના સાહિત્યકારોએ ખેડાણ કર્યું છે. સમૃદ્ધ સંસ્કારપૂર્ણ સાહિત્ય ભારતનો અમરનિધિ છે. એ સાહિત્ય ભાવથી તો ભરપૂર છે પરંતુ કલાની દષ્ટિએ ભાષાશૈલી, રસ, ઉપમા, અલંકાર સમાસ આદિથી પણ ભરપૂર છે.
જૈન સાહિત્ય જૈન સાહિત્યનું ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ ગૌરવપૂર્ણ સ્થાન છે. તે સ્થળ અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી પરંતુ જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ-દર્શનઅધ્યાત્મ અને અનુભૂતિનો અક્ષય ખજાનો છે. જેન સાહિત્યે ભારતીય સાહિત્યને આધ્યાત્મિક ગરિમા તથા દિવ્ય - ભવ્ય જ્ઞાનની તેજસ્વિતા પ્રદાન કરી છે.
જેન સંતોના સાત્વિક, તાત્વિક, માર્મિક, સાહજિક અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જનોએ સમર્થ સાહિત્યકારોને પણ પ્રભાવિત કર્યા છે. એના સંબંધમાં જેના તત્ત્વજ્ઞાન અને સાહિત્યના સાક્ષરવર્ય શ્રી અગરચંદ નાહટાનું કથન છે કે;
જૈન મુનિઓનું જીવન ખૂબ જ સંયમિત હોય છે. ભિક્ષાના ભોજન દ્વારા તેઓ પોતાની સુધાનિવૃત્તિ કરીને પ્રાયઃ સંપૂર્ણ સમય સ્વાધ્યાય, ધર્મપ્રચાર, ગ્રંથલેખન તેમ જ સાહિત્યનિર્માણ આદિ ધાર્મિક અને સત્કાર્યોમાં લાગેલા હોય છે. એટલે એમનું સાહિત્ય અધિક મળે છે. પ્રાચીન રાજસ્થાની સાહિત્ય તો જેન કવિઓની જ એક દેન છે. ૧૩ મી સદીથી એમની રચનાઓનો પ્રારંભ થાય છે અને અવિછિન્નરૂપથી પ્રત્યેક શતાબ્દીના પ્રત્યેક ચરણમાં રચાયેલી એમની નાની - મોટી રચનાઓ આજે પણ પ્રાપ્ત છે.
(હિન્દી સાહિત્યકા સંક્ષિપ્ત ઈતિહાસ. ડૉ. હરિચરણ શર્મા પૃ. ૨૫)
આ કથન સિદ્ધ કરે છે કે જેન સાહિત્ય ભારતીય સાહિત્યનું અવિભાજય અંગ છે. જેન સાહિત્ય ગંગા નદી જેવું વિશાળ અને ગહન છે. જેન સાહિત્યના મુખ્યત્વે બે ભેદ પાડી શકાય (૧) આગમ સાહિત્ય અને (૨) આગમેતર સાહિત્ય.
બાગમ સાહિત્ય : જેન પરંપરાના પ્રાચીનતમ ગ્રંથોને સામાન્ય રીતે આગમ કહેવાય છે. અનુયોગદ્વાર, વિશેષાવશ્યક ભાષ્ય માં આગમ માટે સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના આદિ શબ્દોનો પ્રયોગ કરાયો છે.
આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ ભાષ્યમાં શ્રત, આપ્તવચન, આગમ ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન તેમ જ જિનવચનને આગમ કહ્યું છે. આાગમની પરિભાષા : • આગમ ઝ' ઉપસર્ગ તેમ જ ગન' ધાતુથી બન્યો છે. જેમાં ‘’નો અર્થ અર્થપૂર્ણ અને 'કામ' નો અર્થ ગતિ પ્રાપ્ત છે. જેમાં અર્થપૂર્ણ ગતિ પ્રાપ્ત થાય તે આગમ.