SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫ ‘આ સમન્તાન્ નમ્યતે જ્ઞાયતે વસ્તુ યેન સઃ કૃતિ સાનમ્' જેનાથી વસ્તુતત્ત્વનું પૂરેપૂરું સત્યજ્ઞાન મળે તે આગમ. શ્રી આચારાંગ સૂત્રમાં આગમ શબ્દ જાણવાના અર્થમાં પ્રયુક્ત થયો છે. ‘ને આયા સે વિળયા, ને વિજ્ગ્યા સે આયા।’ જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને વિજ્ઞાતા છે તે જ આત્મા છે. આ સૂત્ર અનુસાર આત્મા સ્વયં આગમ સ્વરૂપ છે. તે આગમ સ્વરૂપ આપ્ત પુરૂષની વાણી અને તેનો ઉપદેશ પણ આગમ છે. • પ્રમાણનયતત્ત્વલોક અનુસાર ‘પ્રાપ્તવવનાવાવિર્ભૂતમર્થ સંવેદ્દનમાનમ: उपचारादाप्तवचनं च ।' પ્રશ્નવ્યાકરણ સૂત્ર અનુસાર ‘આ સમન્તાન્ નમ્યતે કૃતિ ગ્રાનમ:' જેના દ્વારા સત્ય જણાય તે આગમ. જૈન દૃષ્ટિએ જેઓએ રાગદ્વેષને જીતી લીધા છે તે જિન તીર્થંકર અને સર્વજ્ઞ છે. તેઓનું તત્ત્વચિંતન, ઉપદેશ અને વિમલવાણી આગમ છે. આચાર્ય મલયગિરિના ભાવાનુસાર આગમ અધ્યાત્મનું નિર્મળ દર્પણ છે જેમાં આપણે આત્માનું વાસ્તવિક પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર તેમ જ અક્ષય સ્ત્રોત છે. આગમના ભેદ : આગમના મુખ્ય બે ભેદ છે. અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય. ૧) અંગ પ્રવિષ્ટ : શ્રી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિના ધણી ગણધર ભગવંતોને પ્રભુ ત્રિપદી આપે છે. (ત્રિપદી એટલે ઉપનેવા, વિહ્નવા, ધ્રુવેવા રૂપ બીજમંત્ર) એ ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધારક ગણધર ભગવંતો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે. તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે. અંગ પ્રવિષ્ટમાં ગણધર રચિત ૧૨ અંગસૂત્રોનો સમાવેશ થાય છે. જેવાકે ૧) શ્રી આચારંગ સૂત્ર ૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ૩) શ્રી સ્થાનાંગ સૂત્ર ૪) શ્રી સમવાયાંગ સૂત્ર ૫) શ્રી ભગવતી સૂત્ર ૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર ૭) શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ૮) શ્રી અંતકૃતાંગ સૂત્ર ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૧) શ્રી વિપાક સૂત્ર ૧૨) શ્રી દૃષ્ટિવાદ સૂત્ર. હાલ ૧૧ અંગ વિદ્યમાન છે છેલ્લું દૃષ્ટિવાદ સૂત્ર વિચ્છેદ ગયું છે જો કે દિગંબર પરંપરા બારેબાર અંગને વિચ્છેદ ગયેલા માને છે. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ૧૪ પૂર્વને મનાય છે જેનો સમાવેશ દૃષ્ટિવાદ આગમમાં થાય છે. ૨) અંગબાહ્ય : અંગ પ્રવિષ્ટને આધારે અન્ય બહુશ્રુત શ્રમણો દ્વારા રચિત તદનુસારી શ્રુતજ્ઞાન અંગબાહ્ય આગમ કહેવાય છે. ગણધરો કેવળ દ્વાદશાંગી (૧૨ અંગ) ની રચના કરે છે પરંતુ કાલાંતરે આવશ્યકતા અનુસાર અંગબાહ્ય આગમોની
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy