________________
૨૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત રચના સ્થવિરો કરે છે. ૧૦ પૂર્વથી ૧૪ પૂર્વજ્ઞાનના જ્ઞાતા હોય એવા સ્થવિરોની અવિરોધી રચનાને આગમ તરીકે માન્ય ગણાય છે. તેઓ સૂત્ર અને અર્થદષ્ટિથી અંગ સાહિત્યના પૂર્ણજ્ઞાતા હોય છે, તેથી તેઓની રચના અવિરોધી હોય છે.
અંગસૂત્રમાં આત્મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારોની વિધિ હોય છે. ઉપાંગસૂત્રોમાં અંગસૂત્રમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરૂષોની ચર્ચાનું વર્ણન હોય છે અને અન્યા સૂત્રોમાં બાકીની બીજી વાતોનું વર્ણન હોય છે. એને જ આગમ કહેવાય છે.
આચાર્ય પૂજયપાદે પોતાની સર્વાર્થસિદ્ધિ ટીકા (૧,૨૦) માં લખ્યું છે કે આરાતીય આચાર્યોએ કાલદોષથી સંક્ષિપ્ત આયુષ્ય, મતિ અને બળશીલ શિષ્યો. ના અનુગ્રહ માટે દશવૈકાલિક આદિ ગ્રંથોની રચના કરી, આ રચનાઓમાં એટલી. જ પ્રમાણતા છે જેટલી ગણધરો તેમજ શ્રુતકેવળીઓ દ્વારા રચિત સૂત્રોમાં. કારણકે તે ગ્રંથો અર્થની દૃષ્ટિએ સૂત્ર જ છે. જે રીતે ક્ષીરોદધિના ઘડામાં ભરેલું પાણી શીરોદધિથી ભિન્ન નથી.”
અંગબાહ્ય આગમનું જ્ઞાન ખૂબ વિશાળ છે. વિવિધ વિભાગોવાળું છે જેમ કે ૧) ઉપાંગ - ઉપ + અંગ = ઉપાંગ. અંગ = જેન સૂત્રનો મુખ્ય ભાગ, ઉપ = તેનો, પેટા = વિભાગ. અંગસૂત્રના ૧૨ વિભાગ છે અને પ્રત્યેક અંગનું એક ઉપાંગ મનાય છે. ૨) મૂળ સૂત્ર - જેમાં જૈનધર્મના મૂળ સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાઓનું પ્રતિપાદન છે. ૩) છેદસૂત્રો - જેમાં મુનિઓની બાહ્ય આવ્યેતર સાધના અને નિયમભંગ થતા કેવા પ્રકારના પ્રાયશ્ચિત લેવા એનું વર્ણન છે. ૪) આવશ્યક સૂત્ર - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને અવશ્ય કરણીય છે તે. ૫) વ્યાખ્યા સાહિત્ય - આગમ સૂત્રો સાથે સંબદ્ધ હોય છતાં સ્વતંત્ર પણ હોય, આગમનું જેમાં વિસ્તૃત વિવેચન કરાયું હોય તે જે મુખ્યત્વે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વૃત્તિ, અવચૂરિ, પ્રકરણ વગેરે છે.
બાગમ યાત્રા - પ્રાચીનથી અર્વાચીન સુધી જ્યારે લખવાની પરંપરા મંદ થઈ ગઈ હતી, લખવાના સાધનોનો વિકાસ પણ અલ્પતમ થઈ ગયો હતો ત્યારે આગમશાસ્ત્રોને સ્મૃતિના આધાર પર કે ગુરૂ પરંપરાથી કંઠસ્થ કરીને સૂરક્ષિત રખાતા હતા. સંભવતઃ એટલે આગમજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાયું અને એટલે શ્રુતિ/સ્મૃતિ જેવો સાર્થક શબ્દ વ્યવહાર કરાયો. ભગવાન મહાવીરના પરિનિર્વાણના એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ - શ્રુતિ પરંપરા પર જ આધારિત રહ્યું. પછી સ્મૃતિ દૌર્બલ્ય, ગુરૂ પરંપરાનો વિચ્છેદ, દુકાળનો પ્રભાવ આદિ અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન