________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૯ જૈન સાહિત્યની સમૃદ્ધિઃ જૈન સાહિત્યની સમૃદ્ધિનું કારણ એ છે કે સાહિત્યનો સમાવેશ શ્રુતજ્ઞાનની અંતર્ગત થાય છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાં પહેલો જ ભેદ અક્ષરકૃત બતાવવામાં આવ્યો છે અને અક્ષરકૃત સાહિત્યના નિર્માણમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. - શ્રુતજ્ઞાનનું મહત્ત્વ જૈન શાસનમાં અદકેરું છે. કેવળજ્ઞાન રૂપી સૂર્યની ગેરહાજરીમાં “મૃત” પિક સમાન છે. શ્રુતજ્ઞાનનું મહત્વ સમજાવતો બ્લોક વાંચતા ખ્યાલ આવી જશે.
"पुत्राः पंच मतिश्रुतावधिमनः कैवल्य संज्ञा विभोः,
तन्मध्ये श्रुतनंदनो भगवता संस्थापित स्वेपदे। अंगोपांगमयः स पुस्तक गजाध्यारुढ लब्धोदयः,
सिद्धांताभिध भूपति गणघरेर्मान्यश्चिरं नन्दतात्।। ભગવાનના આંતર સામ્રાજ્યનું વર્ણન કરતો આ શ્લોક કહે છે કે – ભગવાનને પાંચ પુત્રો હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચમાંથી બીજા ભૃતનંદનને ભગવાને પોતાના સિંહાસને સ્થાપિત કર્યા છે. જે અંગ અને ઉપાંગમય છે. પુસ્તકરૂપ ગજરાજાની અંબાડી પર પ્રતિષ્ઠિત જે શોભી રહ્યા છે. ચારે બાજુથી જેમનો ઉદય થઈ રહ્યો છે તથા ગણધરો દ્વારા પણ જે સન્માનનીય છે. આવા સિદ્ધાંત નામના રાજવી ચિરકાળ પર્યત જય વિજય હાંસલા કરવાપૂર્વક અમર તપો.” (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ સં. કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ પૃ. ૧૨)
શ્રુતજ્ઞાનના પ્રભાવે જ ભગવાને સ્થાપેલું શાસન આજ સુધી અખંડિતપણે ચાલી રહ્યું છે જે પાંચમા આરાના છેડા સુધી રહેશે. શ્રુતજ્ઞાન નષ્ટ થયા પછી પ્રલયકાળ આવશે તે વાત નીચેના કથન દ્વારા સ્પષ્ટ થાય છે -
કાળક્રમે શ્રુત ઘટતુ જાય છે. એ વાત સાચી છે. આ શ્રુત ઘટતું ઘટતું પાંચમા આરાના છેડે છેલ્લે માત્ર દશવૈકાલિક સૂત્ર રૂપે જ રહેશે. જે દિવસે દુપ્પસહ નામના આચાર્ય કાળ કરશે એ દિવસે દશવૈકાલિક સૂત્ર પણ સંયોપશમ ભાવે તેમની સાથે નષ્ટ થશે. તે જ દિવસ પાંચમા આરાનો છેલ્લો દિવસ બની રહેશે. સૃષ્ટિ પર પ્રલયકાળ વિકરાળ રીતે વિનાશનો પંજો ફેલાવશે”
| (શ્રત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨) અર્થાત્ શ્રુત હશે ત્યાં સુધી પ્રલયકાળ નહિ આવે.
આમ શ્રુતજ્ઞાનની મહત્તાને કારણે શ્રુતજ્ઞાન નષ્ટ ન પામે માટે ગ્રંથો-પુસ્તક કે હસ્તપ્રત લખવાની પ્રેરણા ગુરૂ ભગવંતો દ્વારા કરવામાં આવતી જેને કારણે જેના સાહિત્ય સમૃદ્ધ છે.
ગુજરાતી જૈન સાહિત્ય : જેનધર્મની અભિવ્યક્તિનું માધ્યમ અર્ધમાગ્ધી, પ્રાકૃત ભાષા હોવા છતાં