________________
૨૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તત્ત્વાનુશાસન, બૃહસંગ્રહણી, બૃહક્ષેત્રસમાસ વગેરે. દાર્શનિક - પ્રમાણનયતત્તાલોક, સપ્તભંગીતરંગિણી, સ્યાદ્વાદ મંજરી, આપ્તમીમાંસા, યુધ્યાનુશાસન, સન્મતિ તર્ક, ન્યાયશાસ્ત્ર, સમાધિશતક, સર્વાર્થસિદ્ધિ, ઈબ્દોપદેશ, દ્વાદશાર, નયચક્ર, વિશેષાવશ્યક ભાષ્ય, ત્રિલક્ષણ કદર્શન, રત્નાકરાવતારિકા, પ્રમાણપરીક્ષા, ષડ્રદર્શન સમુચ્ચય, ન્યાય વિનિશ્ચય વગેરે. યોગ સંબધી – યોગસાર, યોગસૂત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગ શતક, યોગ વિંશિકા, સર્વસંવરયોગધ્યાન, સમાધિતંત્ર, મનોનુશાસન વગેરે. પુરાણ-ચરિત્ર સાહિત્ય - ૨૪ તીર્થંકરોના ચરિત્રનું સાહિત્ય, સુરસુંદરી ચરિત્ર, પઉમ ચરિત્ર, જંબુ ચરિત્ર, સુદંસણા ચરિત્ર, કુષ્માપુત્ત ચરિત્ર, આદિપુરાણ, મહાપુરાણ, ઉત્તરપુરાણ વગેરે. કાવ્ય કથા સાહિત્ય - પ્રદ્યુમન ચરિત્ત કાવ્ય, કુમારપાલ ચરિત્ર, નેમિનિર્વાણ મહાકાવ્ય, વસંતવિલાસ વગેરે. દૂત કાવ્ય - બધા સંસ્કૃતમાં લખાયેલા છે. જેન મેઘદૂત, શીલદૂત, નેમિદૂત વગેરે.
સ્તોત્ર - તિર્થીયર સુદ્ધિ, સિદ્ધભક્તિ, ઉવસગ્ગહર, ભક્તામર, કલ્યાણમંદિર, વીરત્થઈ, ઋષિમંડલ સ્તોત્ર, ઋષભ પંચાસિકા, શાંતિસ્તોત્ર વગેરે. ગદ્ય કાવ્ય - તિલકમંજરી, ગદ્યચિંતામણિ વગેરે. ચંપૂ કાવ્ય - ગદ્ય-પદ્ય મિશ્રિત કાવ્ય - યશસ્તિલક, જીવનધર સંપૂ, ચંપૂમંડન, નલદમયંતી ચંપૂ વગેરે. દૃશ્ય કાવ્ય અર્થાત નાટક -
પૌરાણિક નાટક – નવવિલાસ, રઘુવિલાસ, આદિ. એતિહાસિક નાટક - ચંદ્રલેખ વિજય પ્રકરણ, હમ્મીરમદ મદન વગેરે. પ્રતિકાત્મક નાટક - મોહરાજ પરાજય, જ્ઞાનસૂર્યોદય વગેરે.
કાલ્પનિક નાટક - મલ્લિકામકરંદ, કોમુદી, મિત્રાનંદ વગેરે. પ્રકરણ - જીવવિચાર પ્રકરણ, નવતત્ત્વ પ્રકરણ વગેરે. બાલાવબોધ - નવતત્ત્વ પ્રકરણ, આગમોના બાલાવબોધ વગેરે આ ઉપરાંત પાર વગરના કાવ્ય પ્રકારો. છંદ, સ્તવન, રાસ, ફાગુ, બારમાસા, વિવાહલો વગેરે.
આમ આ સાહિત્યની સૂચિ અત્યંત વિશાળ છે. દરેક પ્રકારના જુદી જુદી યોગ્યતાવાળા આત્માઓ જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટેનું વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરૂષોએ રચ્યું છે. એમાં ભાષા વૈવિધ્ય પણ છે. જેન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, અર્ધમાગ્ધી, સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી, રાજસ્થાની, મારૂ ગુજરાતી, ગુજરાતી, બંગલા, તેલુગુ, ઓડિયા, કન્નડ, તામિલ વગેરે ભાષાઓમાં લખાયેલું છે.