________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત કાળક્રમે આવશ્યકતા અનુસાર વિવિધ ભાષાઓમાં જેન સાહિત્ય રચાયું, એમાની એક ભાષા આર્ષ ગુજરાતી, મારૂ ગુજરાતી કે ગુજરાતી.
ગુજરાતી ભાષાનું ઉદ્ગમ સ્થાન અપભ્રંશ ભાષા છે. ઈ.સ.ની પાંચમી શતાબ્દી પછી અપભ્રંશ ભાષા સાહિત્યિક ભાષા તરીકે અસ્તિત્વમાં આવી. તપશ્ચાત્ ક્રમશઃ વર્તમાન પ્રાદેશિક ભાષાઓ પ્રચલનમાં આવતી ગઈ. આવો પરિવર્તનનો કાળ કે સંક્રાતિની પ્રક્રિયા ઈ.સ.ના અગિયારમા શતકથી શરૂ થઈ ગણાય. ૧૨ મી સદીથી અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે ગુજરાતી ભાષાનો પણ ઉદ્ગમ થઈને વિકાસ થતો ગયો. આમ અપભ્રંશનો અને ગુજરાતીનો સંબંધ માતાપુત્રીવત્ છે.
આ ભાષામાં ૧૨મી સદીથી આજ પર્યત સાહિત્ય રચાતું રહ્યું છે ગુજરાતી ભાષાના વિકાસના મુખ્ય ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કો : અગિયારમા સૈકાથી ૧૪મા સૈકા સુધીનો પ્રાચીન ગુજરાતી ભાષાયુગ - i જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૮-૧૧૭૨) દ્વારા લિખિત “સિદ્ધ હેમ વ્યાકરણ” માં અપભ્રંશના દુહાઓને પશ્ચિમી વિદ્વાન ગિયર્સન અને ભારતીય વિદ્વાન કે. હ. ધ્રુવ પ્રાચીન ગુજરાતી તરીકે ઓળખાવે છે. - ડૉ. તેસિત્તોરી તેને પ્રાચીન રાજસ્થાની ભાષા તરીકે ઉલ્લેખે છે. | શ્રી નરસિંહરાવ દિવેટીઆ તેને અંતિમ અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી કહે છે. - પ્રખર વ્યાકરણ શાસ્ત્રી ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષી તેને મારૂ - ગૂર્જર તરીકે ગણાવે છે.
પ્રસિદ્ધ વ્યાકરણ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી તેને મારૂ - ગૂર્જરભાષા કે જૂની ગુજરાતી તરીકે સંબોધે છે.
બીજા તબક્કોઃ ૧૫મા શતકથી સતરમા શતકના પૂર્વાર્ધ સુધીનો મધ્યકાલીન ગુજરાતી ભાષાયુગ - અકબર બાદશાહના વખતમાં જીતાયેલા ગુજરાતમાં જહાંગીરના સમયે શાંતિ સ્થપાઈ જેને કારણે ગુજરાતી ભાષાની રચનાઓમાં વેગ આવ્યો. જહાંગીરનો અદ્દલ ન્યાય, પ્રજા પ્રત્યેનો પ્રેમ, કલ્યાણકારી કાર્યોને કારણે પ્રજા પૂરબહાર ખીલી અને સાહિત્યક્ષેત્રે પણ પ્રદાન થયું. અનેક વિદ્વાન કવિઓએ એમના સાહિત્ય સર્જન દ્વારા ગુજરાતી ભાષાને શણગારી દીધી. ગુજરાતી સાહિત્ય જનતાના સર્વ વર્ગમાં વ્યાપક હતું અને એના પ્રણેતાઓ સમાજના સર્વ સ્તરોમાંથી આવેલા હતા. ૧૬૦૧થી ૧૭૦૫ના ગાળામાં જેન કવિઓની ૩૦૦ જેટલી રાસકૃતિઓ મળી આવે છે. જે સાહિત્યના સુવર્ણયુગની ઝાંખી કરાવે છે.
ત્રીજો તબક્કો : સતરમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો ભાષાકાળ એટલે અર્વાચીન ભાષાયુગ - આપણી ભાષા માટે ગુજરાતી ભાષા’ એવું નામ