________________
૩૧
જીવવિચાર રાસ એક અધ્યયન પહેલવહેલું પ્રેમાનંદના દશમસ્કંધના સોળમા અધ્યાયના ૫૪માં કડવામાં દેખાય છે. “હદે ઉપની માહરે અભિલાખા, બાંધુ નાગદમણ ગુજરાતી ભાખા”
| (ગુજરાતી સાહિત્યની રૂપરેખા - વિજયરાય વૈદ્ય પૃ.૧૨) દંતકથા પ્રમાણે - ગુજરાતી ભાષાને બીજી ભાષાઓ જેવી સમૃદ્ધ ન બનાવાયા ત્યાં સુધી માથે પાઘડી પહેરવી નહિ એવી પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી. તેથી “પ્રેમાનંદના સમયથી ગુજરાતી ભાષાનો ઢાંચો બંધાયો. તેનું સ્વરૂપ નિશ્ચિત થયું. તેના અંગરૂપો, ધ્વનિ પરિવર્તનો અને રૂપાતંત્રોનું સ્વરૂપ બંધારણ થયું. અને તેને સ્થિર કરી પ્રેમાનંદે ખરેખર ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી. ત્યારબાદ ઉચ્ચારણ,વ્યાકરણ જેવી બાબતમાં કોઈ મૂલગત ફેરફાર કે ઉમેરો થયો નથી.”
(ગુજરાતી સાહિત્યની રૂપરેખા - પૃ.૧૨). આ ત્રણ તબક્કામાંથી બીજા તબક્કામાં જૈન સાહિત્યનું વિપુલ સર્જન થયું. તે વિશે જેન સાહિત્યના વિદ્વાન ડૉ. જયંત કોઠારી લખે છે કે “એ ગાળામાં લગભગ ૧૬૦૦ જેન કવિઓમાં શ્રાવક કવિ પચાસેકથી વધારે નથી. સાથ્વી ૧ ટકો માંડ હશે બાકીના બધા સાધુ કવિ છે.” (મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનોનું પ્રદાન. - જયંત કોઠારી પૂ. ૪૦) આમાં શ્રાવિકાનો ઉલ્લેખ નથી. | ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં ડૉ. વિજયરાયે યથાર્થ જ કહ્યું છે કે “આર્ય સંસ્કૃતિની જેમ શાખાએ ગુજરાતી ભાષાને કરેલા અર્પણોથી એ ભાષાના સાહિત્યનો ખરો ઉદયકાળ છે. તેના વિદ્યાનુરક્ત સાધુઓ આપણા સૌથી પહેલા સાહિત્યકારો
| (ગુજરાતી સાહિત્યની રૂપરેખા પૃ. ૧૨) આ સાહિત્યનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે શરૂઆતનું સાહિત્ય પદ્યરૂપે હતું. લોકો બોલે છે ગદ્યમાં, પદ્ય (કવિતા)માં નહિ. છતાં જનમન સુધી પહોંચવા માટે પદ્ય અસરકારક ગણાતું. એ વખતે છાપખાનું કે પુસ્તક પ્રકાશનની સગવડ નહોતી સાહિત્ય કર્ણોપકર્ણ પ્રસરતું. એક કઠેથી બીજા કંઠ સુધી વહેતું સાહિત્ય એક પેઢીથી બીજી પેઢીને સમૃદ્ધ વારસો આપતું હતું. એ કારણે પદ્ય સાહિત્ય ફૂલ્યું ફાલ્યું હતું. ગદ્ય બહુ અલ્પ પ્રમાણમાં હતું. પદ્યમાં સરળતા અને ગેયતા હોવાથી અને તીવ્ર સંવેદનાથી સમૃદ્ધ કવિનું હૈયું રચના કરે છે ત્યારે તે ખૂબ જ અસરકારક બની રહે છે. આ પદ્યમાં મુખ્યત્વે નીચેના પ્રકાર મળે છે. ૧ ફાગ-ફાગુ ઃ સ્ત્રી પુરૂષોના ફાગણ મહિનાના વસંતોત્સવ અને વિહાર વર્ણવતા
કાવ્ય. ૨ બારમાસી ઃ ઋતુ કાવ્યનો પ્રકાર , એમાં બારમાસનું, બધી ઋતુઓનું વર્ણના
આલેખાય છે. ૩ કક્કો : કક્કાવારી પ્રમાણેના વર્ણનો વર્ણવાય છે.
છે.”