________________
૩૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૪ વિવાહલઉ ? દીક્ષા પ્રસંગ અને દીક્ષા પ્રસંગમાં ગવાતા ચારિત્રાત્મક કાવ્યો. પ પ્રબંધઃ આખ્યાન પદ્ધતિના કાવ્ય, તેમાં ઐતિહાસિક અને ચરિતાત્મક વસ્તુવાળા
આખ્યાન પદ્ધતિનું આલેખન કરવામાં આવે છે. ૬ ચરચરી અને ધવલ : પ્રાકૃત કાવ્ય પ્રકાર, ધવલ મંગળગીતો રૂપે ગવાય છે. ૭ પદ્ય વાર્તા ઃ લોકકથા, લોકમાન્ય કથા પદ્યરૂપે કહેવાય તે. ૮ આખ્યાન ઃ મધ્યકાલનો સૌથી મહત્ત્વનો કાવ્ય પ્રકાર, પૌરાણિક પ્રસંગોનું
સાભિનય કથાગાન. ૯ ગરબો ઃ જુદા જુદા રાગમાં ગવાતા ગીત, દેશી, ઢાળ, ચોપાઈ, દુહો છંદ, વગેરે. ૧૦ ગરબી : ગરબી વિસ્તારમાં ટૂંકી અને લાલિત્યપૂર્ણ ટૂંકી રચના હોય. ૧૧ રાસડા : સ્ત્રીઓને ગાવાના ગરબા. ૧૨ આરતી : ઈષ્ટદેવની પૂજા સમયે ગવાતું સ્તવન. ૧૩ હાલરડા : બાળકોને પોઢાડવા ગવાતા લોકગીતો. ૧૪ પ્રભાતિયા : વહેલી પ્રભાતે ગવાતા ગીતો. ૧૫ કાફી-ચાબખા : ગેય પદ્ય રચનાઓ. ૧૬ રાસ-રાસો : અભિનયક્ષમ ગેય સાહિત્યનો પ્રકાર.
આ બધા પ્રકારમાંથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જેન રાસા સાહિત્યથી થયો. મનાય છે. ૧૨ મી સદીથી શરૂ થયેલી રાસ પરંપરા આજ સુધી અવિરત ચાલુ છે. ગુજરાતી જૈન સાહિત્યનો પ્રવાહ ઈ.સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ ગાળામાં નાના મોટા બસો કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે.
રાસા સાહિત્ય સ્વરૂપ અને વિકાસ ? રાસ શબ્દ સાંભળતાં જ હૃદય રસથી ઊભરાઈ જાય છે. ચેતનામાં ચમકાર આવી જાય છે. અંતરમાં આનંદ છવાઈ જાય છે. અને મન મોહાઈ ઊઠે છે. કારણકે રાસ શબ્દથી જ નવરાત્રીમાં રમાતા ડાંડિયારાસ ચક્ષુ સમક્ષ ઊભરી આવે છે, જેમાં ગોળાકારે અથવા તો બેકીની સંખ્યામાં મંડળી બનાવીને રમવાનું હોય છે. પરંતુ રાસ સાહિત્યનો એક કાવ્ય પ્રકાર પણ છે. એ જાણ્યા પછી રાસનો અર્થ શોધવાની યાત્રા આરંભી જેમાં મને વિવિધ અર્થો પ્રાપ્ત થયા.
સર્વ પ્રથમ સાહિત્યની શરૂઆત સંસ્કૃતભાષાથી માનીએ તો સંસ્કૃત સાહિત્યમાં ‘દાસ’ શબ્દ અનેક સ્થળે વપરાયેલો જોવા મળે છે. પણ બધે સ્થળે તે શબ્દ કૃષ્ણ ગોપીની ક્રીડા, યાદવવીરોની અને રાસાઓના ક્રીડાની અર્થમાં જ વપરાયેલો. છે. જેમ કે