SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩ | ‘તે સર્વ ગોપ કન્યાઓ મંડળાકારમાં બે બેની જોડીમાં કૃષ્ણનું મનોહર ચરિત્ર ગાતી રમે છે.” “સુંદરીઓ વાઘને અનુરૂપ નૃત્ય કરતી તેની આજુબાજુ રહેતું બીજી કેટલીક સ્ત્રીઓનું વૃંદ તે જ પ્રમાણેનું ગીત ગાતું. તે ગીતો બળરામ, કૃષ્ણના પરાક્રમોને વણી લેતાં સંકીર્તન કરતાં ગીતો હતા. નૃત્ય કરનાર સ્ત્રીઓ હાથથી તાલ આપતી.” (હરિવંશ વિષ્ણુપર્વ ૨૦ મો અધ્યાય.) બ્રહ્મ પુરાણ અનુસાર गोपीपरिवृत्तो रात्रिं शरच्चन्द्र मनोरमाम्। मानयामास गोविन्दो रासारम्भरसोत्सुकः।। “ગોપીઓથી વીંટળાયેલ અને રાસનો આરંભ કરવાના રસને માટે ઉત્સુક કૃષ્ણ શરદની મનોરમ ચાંદની રાત માણી” (બ્રહ્મપુરાણ - અધ્યાય ૮૧ શ્લોક ૨) એક એક ગોપી અને એક એક કૃષ્ણ એવી રચનાથી રાસ રમાતા એવું વર્ણન ભાગવતના દશમસ્કંધમાં મળે છે. (‘ભાગવત્ દશમ સ્કંધ ૩૩ મો અધ્યાય શ્લોક ૨-૩) આમ વિષ્ણુપર્વ, બ્રહ્મપુરાણ અને ભાગવતમાં મળતા “રાસ” ના ઉલ્લેખ પરથી સિદ્ધ થાય છે કે રાસ શૃંગારપ્રધાન તેમજ વીરરસ પ્રધાન લલિત નૃત્યનો પ્રકાર હશે. સંસ્કૃત સાહિત્યનો ‘રાસ’ કે ‘રાસક નૃત્યપ્રકાર અથવા રૂપકપ્રકાર તરીકે જાણીતો હતો. શારદાતનય રાસની વ્યાખ્યા નીચે મુજબ કરે છે. ઉરૂ, જંઘા અને બંને હાથના ચલન વડે નર્તન થાય તે રાસક કહેવાય. ગોપીઓમાં હરિ તેમ આમાં પણ એક નેતા હોય છે. (ભાવ પ્રકાશમ્ પૃ. ૨૬૬ પંક્તિ ૧૧૧૨) નાટ્યદર્પણમાં પણ હલ્લીસકની આ જ વ્યાખ્યા છે. તેથી હાલ્લીસક અને રાસક બંને એક જ છે. એમ માની શકાય. શ્રી દશવૈકાલિકની ટીકા તેમ જ ધર્મબિંદુ વૃત્તિમાં રાસાની રચનાના ઉદ્દેશ રજૂ કર્યો છે. बालस्त्री मूढ मूर्खाणां नृणां चारित्रकांक्षिणां। अनुग्रहार्थे सर्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः।। આચાર્ય હેમચંદ્રની ‘ાસક’ની વ્યાખ્યા અનુસાર રાસકમાં અનેક તાલ અને લય હોય છે. તથા તે નૃત્ય કોમળ તથા ઉધ્ધત પ્રકારનું હોય છે. રાસકમાં ૬૪ સુધીના યુગલોમાં ગોપી ભાગ લઈ શકે છે.” (કાવ્યાનુશાસન - હેમચંદ્રાચાર્ય – પૃ. ૪૪૬ અધ્યાય ૮) વળી હેમચંદ્રાચાર્યે છંદાનુશાસનમાં રાસ' ની વ્યાખ્યા નીચેના દુહામાં આપી છે. "सुणिधि वसंति पुरपोठ धुरंधिहं रासु। સુવિ ત૬૬ gaો તજવાળ દિવનિરાસુIL (છંદોનુશાસન - પૃ. ૩૫)
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy