________________
૩૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પંદરમી સદીમાં ‘ભરતકોષ' માં કુંભકર્ણ દંડકાસ વિશે જે માહિતી આપે છે તે આ પ્રમાણે છે
૮, ૧૬,૩૨, કે ૬૪ સુંદરીઓ જેના હાથમાં ગોળ સુંવાળા સોનાના લંબાઈમાં એક હાથ, અંગુઠા જેટલા જાડા દાંડિયા રહેતા. તેમાં જોડી સાથે થવાની, છૂટા પડી આગળ પાછળ કે પડખે થવાની ક્રિયા થતા આ લય યુક્ત અને તાલયુક્ત નૃત્યની સાથે પાર્શ્વસંગીત રહેતું. ચારી, ભમરી વગેરે ધાતભેદ રચતા. ઉરુ, જંઘા અને તેને પગના વિવિધ મંડળ રચવામાં આવતા. રાજાની સમક્ષ થતા આ નૃત્યમાં દેશાનુસાર દંડચામર, મલમલયુક્ત દંડ કે છૂરિકા દંડ પણ રાખવામાં આવતા.”
(ભરતકોષ - ભરતમુનિ - પૃ. ૮૫) • સોળમા સૈકાના અંતમાં પુંડરીક વિઠ્ઠલ નૃત્ય નિર્ણય’ નામના તેમના અપ્રગટ ગ્રંથમાં દંડરાસ અને રાસનૃત્ય વિશે કહે છે - ‘લોકોને આનંદ આપે તેવું વારંવાર મંડળાકારમાં ગોઠવાઈ ગીત-તાલ લયથી યુક્ત નૃત્ય તેને વિદ્વાનો દંડ રાસ કહે છે દંડ વિનાનું આવું નૃત્ય તે ‘રાસ નૃત્ય.’ • રાસ સર્વસ્વ અનુસાર ક્રમમાં હાથ પકડીને ઊભેલા સ્ત્રી અને પુરૂષો વડે મંડળાકારમાં નૃત્ય કરવામાં આવે છે તેને રાસ કહે છે. • રાસક - (નાટ્યશાસ્ત્રની પરંપરા અનુસાર) ઉપરૂપકનો એક પ્રકાર ‘રાસક” ની ઉત્પત્તિ કેટલાક રસીનાં સમૂહો રીસ.” અથવા “સતિ સચ્ચે રોવતિ' (પ્રેક્ષકોને ખુશ કરે તે)એવી આપે છે પણ તે બરાબર નથી. પણ આને ગુજરાતમાં પ્રચલિત ગરબા અને રાસ સાથે ચોક્કસ સંબંધ છે. લાસ્ય માર્દવયુક્ત મધુર નૃત્ય તે “રાસ' સીધું જોડાય છે. (ગુજરાતી વિશ્વકોશ પૃ. ૭૩૧, ભા. ૧૭.)
આમ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કે પૌરાણિક સાહિત્યમાં ‘પાસ’ નામનો જે સાહિત્ય પ્રકાર જાણવાનો પ્રયત્ન કર્યો એ આજના રમાતા દાંડિયારાસ જેવો પ્રકાર હશે એમ લાગે છે. • ચોદમા સૈકામાં વિશ્વનાથ “સાહિત્યદર્પણ'માંરાસક ને ઉપરૂપક તરીકે ઓળખાવે છે. • સમર્થ સાહિત્યકાર ડૉલર રાય માંકડ રાસાઓને સ્વતંત્ર કાવ્યપ્રકાર માનતા નથી પરંતુ એને કથા શૈલીનું ખંડકાવ્ય લેખે છે.
(ગુજરાતી સાહિત્યના સ્વરૂપો - મંજુલાલ મજમુદાર - પૃ. ૮૧૮) પ્રખર વ્યાકરણશાસ્ત્રી કે. કા. શાસ્ત્રી અને એમને અનુસરીને ધીરજલાલ ધ. શાહે રાસની ઉત્પત્તિ પ્રાચીન ગેય રાસમાંથી માની છે. રાસ કે રાસઉનો મૂળ અર્થ તો તાળીઓથી અને દાંડિયાથી તાલ આપીને ગોળ ફરતાં ગવાતી નાની ગેય રચના એવો હતો. (ઉદા. ત. સપ્તક્ષેત્રિ રાસ ઈત્યાદિ) પ્રાચીન ગુજરાતી રાસ આ પ્રકારના હતા. આ ‘દાસ’નો વિષય ધાર્મિક સ્તવનો, ઉપદેશ, જેન તીર્થંકરો,સૂરીઓ અને શ્રેષ્ઠિઓના ચરિત્રો, તીર્થસ્થળોના મહામ્ય ઈત્યાદિ રહેતો.