________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૯૯ બીજી ક્ષણે એ નાશ પામે છે. અને તરત જ બીજી અવસ્થા ઉત્પન્ન થઈ જાય છે તેને સંતાન પરંપરા કહે છે.
આમ બોદ્ધ દર્શનમાં જીવાત્મા ક્ષણિક હોવાથી અનિત્ય છે અને વિજ્ઞાનના પ્રવાહરૂપ છે. જીવ ચેતનાની જુદી જુદી અવસ્થાઓ છે. (૧) ચિત્તનું અસ્તિત્ત્વ નથી. તે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર એ પાંચ સ્કંધોનો બનેલો છે. આત્મા અમુક ભૌતિક અને સૂક્ષ્મ અવયવોના સંઘાતને ઓળખવાનું નામ માત્ર છે. માનસિક અનુભવ તથા વિભિન્ન પ્રવૃત્તિઓનો સ્વીકાર કરવા છતાં આત્માને એના સંઘાતા (સમૂહ) થી ભિન્ન પદાર્થ નથી માનતા. આત્મા પ્રત્યક્ષ ગોચર માનસ પ્રવૃત્તિઓનો પુંજ માત્ર છે. આત્મા નામ ફક્ત વ્યવહાર માટે આપવામાં આવ્યું છે. વાસ્તવમાં આત્માની સત્તા છે જ નહિ.
બૌદ્ધ દર્શનમાં આત્મા વિશે અસ્પષ્ટ અને વિરોધાભાષી મંતવ્યો દેખાય છે. દા.ત. આત્મા છે પણ અનાત્મવાદી છે. ક્ષણિકવાદી છતાં પુનર્જન્મમાં માને છે. આત્મા ચૈતન્યમય નથી પણ ચેતનાની જુદી જુદી અવસ્થાઓ છે. પંચ સ્કંધોના સંઘાતનું નામ આત્મા અથવા ચાર ધાતુથી શરીર બને છે.
બૌદ્ધ દર્શન અને જૈનદર્શનના આત્મતત્વની તલના ૧) જેનદર્શનમાં આત્મા નિત્ય, શાશ્વત, અવિનાશી, શરીરમાત્ર વ્યાપક, અકૃત્રિમ, અસંખ્યાત પ્રદેશી, અખંડ માન્યો છે.
જયારે બૌદ્ધ દર્શનમાં આત્માના અસ્તિત્વને વસ્તુસત્ય નહીં પણ કાલ્પનિક સંજ્ઞા (નામ) માત્ર કહે છે. એમનો આત્મા અનિત્ય, ક્ષણિક વિજ્ઞાનના પ્રવાહરૂપ માન્યો છે. ૨) જેનદર્શનમાં આત્મા શાશ્વત હોવાને કારણે એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે અર્થાત્ પુનર્જન્મ છે. બૌદ્ધ દર્શનમાં આત્મા જ નથી માટે એક પર્યાયમાંથી બીજી પર્યાયોમાં જવાનો સવાલ જ નથી ઉઠતો છતાં પુનર્જન્મને માને છે. ૩) મોક્ષનો સ્વીકાર બંને દર્શનમાં છે. જેનદર્શન મોક્ષમાં આત્માનું અસ્તિત્ત્વ કર્મરહિત યથાતથ્ય માને છે. તેને નિર્વાણ કહે છે. સંસારી જીવનનો અંત માને છે.
જયારે બૌદ્ધ દર્શન આત્માનો નાશ/ઉચ્છેદ માને છે. મોક્ષને નિર્વાણ માને છે. નિર્વાણની પ્રાપ્તિ જીવનકાળમાં પણ થઈ શકે છે. એટલે જીવનનો અંત નહિ પણ દુઃખનો અંત અને આંતરિક શત્રુઓ પર પૂર્ણ વિજય. નિર્વાણપ્રાપ્ત વ્યક્તિની અવસ્થા વર્ણનાતીત છે. ૪) બંને દર્શન કર્મવાદમાં માને છે. મનુષ્યનું વર્તમાન જીવન પૂર્વવર્તી જીવનના કર્મનું ફળ છે અને વર્તમાન જીવનના મરણથી ભવિષ્યના જીવનની ઉત્પત્તિ થાય છે. પરંતુ ફરક એટલો છે જેનદર્શનમાં કર્મબંધ અનેક ભવોનો હોય છે. જયારે બૌદ્ધ દર્શના પૂર્વવર્તી ક્ષણની અવસ્થાનું પરિણામ છે. (સંતાન પરંપરા) માને છે.