________________
૨૦૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫) જેનદર્શનમાં જીવ અજીવ બંને દ્રવ્યો નિત્ય અને તેની પર્યાયો અનિત્ય છે જ્યારે બુદ્ધના મતે સંસારની સમસ્ત વસ્તુઓ અનિત્ય, પરિવર્તનશીલ અને નાશવંત છે. આમ બંને દર્શનમાં સમાનતા કરતાં અસમાનતા વિશેષ છે.
સાંખ્ય દર્શન સાંખ્ય દર્શનમાં મૂળભૂત બે તત્ત્વો છે. પ્રકૃતિ અને પુરૂષ. પ્રકૃતિ પરિણામી નિત્ય છે, પુરૂષ કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ જડ છે, પુરૂષ ચેતન છે. પ્રકૃતિ પરાર્થે છે, પુરૂષ પરાર્થે નથી. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, પુરૂષ ગુણાતીત છે. પ્રકૃતિ સૃષ્ટિનું મૂળ કારણ છે, પુરૂષ કોઈનું કારણ પણ નથી કે કાર્ય પણ નથી. સાંખ્ય દર્શનમાં પુરૂષને જ આત્માના સ્વરૂપમાં સ્વીકાર કર્યો છે. પુરૂષ - આત્મા પ્રકૃતિ આદિ ચોવીસ તત્ત્વોથી ભિન્ન છે. આત્મા વિષય સુખ આદિને તથા એના કારણરૂપ પુણ્યાદિ કર્મોને નથી કરતો એટલે તે અકર્તા છે. આત્મામાં એક તણખલાને પણ વાળવાનું સામર્થ્ય નથી. કર્તા પ્રકૃતિ છે. પ્રવૃત્તિ કરવી પ્રકૃતિનો જ સ્વભાવ છે. પુરૂષ સત્ત્વાદિ ગુણોથી સર્વથા રહિત છે. સત્ત્વાદિ પ્રકૃતિના ધર્મ છે એ આત્માના ધર્મ નથી થઈ શકતા.
આત્મા ભોક્તા છે - ભોગવવાવાળો છે. તે અનુભવ કરે છે તે વિષયોનો સાક્ષાત્ ભોગ નથી કરતો પરંતુ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ દર્પણમાં પ્રતિબિંબિત સુખ - દુઃખાદિની છાયા અત્યંત નિર્મલ પુરૂષમાં પડે છે. પુરૂષના સ્વચ્છ સ્વરૂપમાં બુદ્ધિપ્રતિબિબિત સુખ દુખાદિ છાયા પડવી પુરૂષનો ભોગ છે. આ ભોગને કારણે પુરૂષ ભોક્તા કહેવાય છે.
પુરૂષનું સ્વરૂપ ચેતન્ય યુક્ત છે જ્ઞાનયુક્ત નહિ. જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. સુખદુઃખ આદિ વિષય ઈંદ્રિયો દ્વારા બુદ્ધિ સુધી આવે છે. બુદ્ધિ ઉભયતઃ પારદર્શી દર્પણ જેવી છે. એમાં જે રીતે એક તરફ સુખદુઃખાદિ વિષય ઇંદ્રિયોનું પ્રતિબિંબ પડે છે એ જ રીતે બીજી તરફ પુરૂષના ચેતન્યનું પણ પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં ચૈતન્ય અને વિષયનું એક સાથે પ્રતિબિંબ પડવાથી પુરૂષ પોતાને હું જ્ઞાતા છું, હું ભોક્તા છું આદિ માનવા લાગે છે. સંક્ષેપમાં કહી શકાય કે
'अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः।
अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कपिलदर्शने ।' કપિલ દર્શન = સાંખ્ય દર્શનમાં આત્મા અમૂર્ત છે, ચેતન છે, ભોક્તા છે, નિત્ય છે સર્વગત છે, નિષ્ક્રિય છે, અકર્તા છે, નિર્ગુણ છે અને સૂક્ષ્મ છે. સાંખ્ય દર્શનમાં આત્મા અમૂર્ત, ફૂટસ્થ નિત્ય અને સર્વવ્યાપી છે તેથી તે ક્રિયા શૂન્ય છે.
‘સાંખ્યકારિકામાં પુરૂષ (આત્મા)ના પાંચ ધર્મ બતાવ્યા છે - સાક્ષિત્વ, કેવલ્ય, માધ્યચ્ય, દૃષ્ટત અને અકર્તુત્વ. (એ સિવાયના જે ધર્મ છે તે પ્રકૃતિના છે.) કર્તુત્વ ધર્મ પ્રકૃતિનો છે. કર્તા પ્રકૃતિ છે અને ભોક્તા આત્મા છે.
અકર્તા આત્મા મદ્રાપ્રતિબિંબ ન્યાયે એટલે કે જેમ કોઈ દર્પણમાં પ્રતિબિંબિત