________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૦૧ મૂર્તિ પોતાની સ્થિતિ માટે પ્રયત્ન નથી કરતી તે અનાયાસે જ ચિત્રમાં સ્થિત રહે છે. એ જ રીતે પ્રકૃતિ દર્પણમાં પ્રતિબિંબિત આત્મા અનાયાસ જ સ્થિત રહે છે. એવી સ્થિતિમાં પ્રકૃતિગત વિકાર પુરૂષમાં પ્રતિભાસિત થાય છે. આ મુદ્રા પ્રતિબિંબોદયા ન્યાય થી આત્મા સ્થિત ક્રિયાનો સ્વયં કર્તા ન હોવાને કારણે અકર્તા જેવો છે.
જપાસ્ફટિક ન્યાય - સ્ફટિકની પાસે લાલ રંગનું જપાપુષ્પ રાખવાથી એ લાલ રંગનું પ્રતીત થાય છે એ જપાસ્ફટિક ન્યાયમાં આત્માની ભોગક્રિયા માનવામાં આવે છે. ગુજરાતી વિશ્વકોશમાં સાંખ્ય મતમાં મોક્ષનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે “મોક્ષમાં કેવળ પુરૂષ છે ત્યાં પુરૂષ ચિત્તયુક્ત હોતો નથી તેથી મોક્ષમાં જેમ પુરૂષને દુઃખ નથી તેમ સુખ પણ નથી. વળી પુરૂષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ પણ મોક્ષમાં ન હોવાથી પુરૂષને કાંઈ પણ દર્શન મોક્ષમાં થતું નથી.”
જેનદર્શન અને સાંખ્ય દર્શનની તુલના (સમાનતા – વિષમતા) ૧) જેનદર્શન આત્માને અનાદિ નિધન ચેતનરૂપમાં સ્વીકાર કરે છે. સાંખ્ય દર્શનમાં પણ પુરૂષને આ રૂપમાં સ્વીકાર્યો છે. ૨) જેનદર્શન શરીરથી આત્માને ભિન્ન માનીને અનંત જીવોનું અસ્તિત્વ સ્વીકાર કરે છે. એ જ વાત સાંખ્યયોગ પરંપરા પણ માને છે. (૩) જેન પરંપરા આત્માને દેહ પરિમાણ માનીને સંકોચ - વિસ્તારશીલ અને દ્રવ્ય દૃષ્ટિથી પરિણામી નિત્ય માને છે. સાંખ્યયોગ પરંપરા ચેતન તત્ત્વને કૂટસ્થ નિત્ય તેમ જ વ્યાપક માને છે. તે ચેતનમાં કોઈ સંકોચ - વિસ્તાર કે પરિણમન સ્વીકાર નથી કરતી. ૪) જેન પરંપરા અનેક ગુણો કે શક્તિઓમાંથી જે જ્ઞાન, વીર્ય, શ્રદ્ધા જેવી શક્તિઓને જીવમાં સહજ માને છે એ શક્તિઓને સાંખ્યયોગ પરંપરા ચેતનમાં ન માનતા સૂક્ષ્મ શરીરરૂપ બુદ્ધિતત્ત્વમાં માને છે. ૫) જેન પરંપરામાં જીવ માત્રની સહજ યોગ્યતા સમાન હોવા છતાં પણ પુરૂષાર્થ અને નિમિત્તના બળાબળ અનુસાર વિકાસ માનવામાં આવે છે. એવી જ રીતે સાંખ્યયોગ પરંપરામાં બુદ્ધિ તત્ત્વને લઈને આ બધું ઘટાવવામાં આવે છે. જો કે બુદ્ધિતત્ત્વ બધા જીવોમાં છે તો પણ એના વિકાસ, વિવેક, પુરૂષાર્થ અને અન્ય નિમિત્તોના બળાબળા પર અવલંબિત છે. આમ બંનેમાં સમાનતા તેમ જ વિષમતાઓ છે.
વેદાંત દર્શન | વેદાંતમાં આત્માનું સ્વરૂપ. વેંદાત દર્શનમાં આત્મા અને જીવ બે અલગ અલગ તત્ત્વ છે. આત્મા એક છે જીવ અનેક છે. આત્મા એટલે બ્રહ્મ. જીવને તેના અંશરૂપે ભિન્ન માનવામાં આવે છે. બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. “બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા.’ આ એમનું સૂત્ર છે. આત્મા