________________
૪૧૧
જીવવિચાર રાસ એક અધ્યયન
ભવિષ્યકાળ કહિસ્ય - કહીશ. (૭), કહઈસ્યુ. (૮,૫૧), કહેશ - કહીશ (૩૦૭)
વર્તમાન કાળના ક્રિયાપદો - ઉંઘઈ, રહઈ, ભાખઈ, ભખઈ વગેરે ભૂતકાળના ક્રિયાપદો - ભજયો, પામ્યો, નાખ્યો, પોહોચડ્યા, ઘો, થયો,
ઉઢયો.
ભવિષ્યકાળના ક્રિયાપદો - સૂણસિં, ભાસિ, થાઈજી
આજ્ઞાર્થ - વિધ્યર્થ પર સુણો નર કરયો દીરઘ વીચાર સુણ તેહનો અવદાત.
પ્રાસ બેસાડવા/પાદપૂર્તિ માટે વપરાયેલા શબ્દો ૩૦૩ હિઈ - અવસર્ષણી ઓસપણીહીઈ. ૧૪ ય - આકાશ જલ નઈ હિમ કરાયા
કથુહુઆ કંથવામાં હુ થી ઊ લંબાવ્યો છે. ૩૦૪ યિ - કહીયિ, લહીયિ, રહીયિ, (૩૦૧) રહીચિં
જી - રૂઅડાજી પંખીઉજી. અ, ઈ, હ, ઉ ને ય ના પ્રયોગો ઘણા પ્રમાણમાં કરવામાં આવ્યા છે.
૯૫ મી ગાથામાં હ નો પ્રયોગ સુતહ, જ્ઞાનહ, અખેગ, અગ્યનાન્હ પ્રાસ બેસાડવા કે પાદપૂર્તિ માટે કર્યો છે કે પછી શોભા માટે કર્યો છે? આંચલી છે માટે રાગ બેસાડવા કર્યો હોય એમ વધુ લાગે છે.
ચોથી ઢાળમાં બધા પદે છેડે તો છે. ૧૩૩ થી ૧૪૨ એ દશ ગાથામાં કડીમાં પ્રાસ મેળવવા છેડે તો કર્યો છે જેમ કે ઠામ્યતો, નામ્યતો, જોયતો, સોયતો, વેગ્યતો. વગેરે.
૧૪૪ મી ગાથામાં સાચ શબ્દ પ્રાસ મેળવવા માટે મૂક્યો છે. તેનો અહીં કોઈ વિશેષ અર્થ સરતો નથી. ૯૨,૯૪ લહીઈ, કહીઈ, વગેરેમાં ઈ પ્રાસ મેળવવા માટે છે.
વિસર્ગનો ઉપયોગ માનવ (૯૮), એહઃ (૯૯), ત્યાહા (૪૮) થ ની બદલે ઠ વપરાયો છે. કાય ઋતિ ૮૦ ચ ની જગ્યાએ ઈ ભઈ સાગ્યના બીજી કહી - ભયા ૯૧ કઠું જ કષાઈ ચ્યાર - કષાય ૩૪૯ એક સમઈ ભાખઈ - સમય ૧૭૧ વીવહાર ચુધ - વ્યવહાર ઈ ને બદલે યા ૧૯૦ મત્ય, મૃત ત્રીજું અવધ્ય જ્ઞાન