________________
૪૦
જીવવિચાર રાસ એક અધ્યયન
બોરીવલી, મુંબઈ. ઈ.સ. ૧૯૭૬.
શ્રી પ્રાણ ફાઉંડેશનના નીચે મુજબના આગમ. ૩૯ શ્રી આચારાંગજી સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉડેશન, રાજકોટ, ગુજરાત. ૪૦ શ્રી ઉત્તરાધ્યય સૂત્રપ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉડેશન, રાજકોટ,ગુજરાત. ૪૧ શ્રી જીવાભિગમ સૂત્રપ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ગુજરાત. ૪૨ શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ગુજરાત. ૪૩ શ્રી દશવૈકાલિક સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ગુજરાત. ૪૪ શ્રી પન્નવણા સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉંડેશન, રાજકોટ, ગુજરાત. ૪૫ શ્રી ભગવતી સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉડેશન, રાજકોટ, ગુજરાત. ૪૬ શ્રી વિપાક સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉંડેશન, રાજકોટ, ગુજરાત.
પરિશિષ્ટ -- ૫.
ગ્રંથાગારની મુલાકાતો ૧. મેં મારી હસ્તપ્રત માટે સૌ પ્રથમ ભારતીય વિદ્યાભવનના વિશાલ ગ્રંથાગારની વિધિવત્ મુલાકાત લીધી પણ એમાં મને જોઈતી હતી એ હસ્તપ્રત ન મળી પણ ત્યાં ડૉ. હંસાબેનનો સુંદર સાથ સહકાર મળ્યો.
૨. ત્યારબાદ મહાવીર જૈન વિદ્યાલય અંધેરીની ગ્રંથશાળામાં ગઈ ત્યાં પણ મારી પસંદગીની હસ્તપ્રત ન મળી.
૩. પછી મેં વાલકેશ્વરના “આદિનાથ દેરાસર(બાબુ અમીચંદ પન્નાલાલ)ના પુસ્તકાલયમાં જઈ કોબાના ગ્રંથાગારનું સૂચિપત્રક મેળવ્યું. એમાથી મારી રૂચિ મુજબની હસ્તપ્રત મેળવી.
૪. કોબાના આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ ગ્રંથાગાર’ની (ગાંધીનગર) મુલાકતા અવર્ણનીય છે. આ ગ્રંથાગાર પીએચ.ડી. કરનારાઓનું પિયર છે. પિયરમાં જે માન, મરતબો, લાડકોડ મળે એવા માન-સન્માન અમને ત્યાં મળ્યા. મનોજભાઈ જૈન, દિલાવરભાઈ અને રામપ્રકાશભાઈની ત્રિપુટીએ અમને જે મદદ કરી તે યાદગાર છે. કપિલભાઈએ પણ કપિલની જેમ જ ત્વરાથી અમને જોઈતા પુસ્તકો કાઢી આપ્યા. પિયરમાં જવાની ઈચ્છા વારંવાર થાય એમ ત્રણ વાર ત્યાં મારા ભાઈ – ભાભીની સાથે રોકાઈ આવી. પ્રથમ વખત કારતક સુદ પાંચમ, નવેમ્બર (૨૦૦૬) ના ગયા હતા. ત્યારે ત્યાં જૂની હસ્તપ્રતો વગેરે પૂજન અને પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. જેનો નઝારો આજે પણ નજર સામે તરવરે છે. બીજી વખત માર્ચ ૨૦૦૭ના ત્યાં અઠવાડિયું રોકાયા. ત્રીજી વખત જુલાઈ ૨૦૦૮માં ત્રણ દિવસ રોકાઈને મારું સંશોધન કાર્ય કર્યું. એ દરમ્યાન બીજા પણ અનેક ગ્રંથાગારોની મુલાકાતો લીધી પણ કોબાની તોલે કોઈ ન આવે. ત્રીજી વખત ગયા ત્યારે રામપ્રકાશભાઈની જગ્યાએ આશિષભાઈ હતા એમણે પણ ખૂબ સહકાર આપ્યો. જયારે જઈએ ત્યારે અમે પુસ્તકાલયમાં જ આખો દિવસ અડો જમાવીને બેસતા અને અમને જે પુસ્તક જોઈએ તે કાંપ્યુટરની મદદથી શોધીને અમારી પાસે રજૂ કરવામાં આવતા. આ ઉપરાંત કયા વિષયની માહિતી કયા પુસ્તકોમાં મળશે એની માહિતી પણ મનોજભાઈ અમને આપતા, આમ આ બધા સાથ સહકાર માટે સંસ્થાના ડીરેકટર મનોજભાઈનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
૫. શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપરના પુસ્તકાલયમાં બેસીને અભ્યાસ કરવાની મજા તો અનન્ય છે. અહીંના વ્યવસ્થાપક શ્રી મહેન્દ્રભાઈ ભાઈલાલ સંઘવી જે સાક્ષાત યોગી પુરૂષ જેવા લાગે એમને લગભગ પુસ્તકોની સૂચિ મોઢે જ હોય જેથી તરત જ જોઈતું પુસ્તક મળી જાય. કોબા મને પિયર જેવું લાગ્યું તો અહીં મોસાળ જેવી મજા આવી.