________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૬૩ જરૂરી છે. અસ્થિની રચના માત્ર ઓદારિક શરીરમાં જ હોય છે. વેક્રિય - આહારક શરીર અસ્થિની રચના વિનાનું જ હોય છે. તેથી તે બે શરીરોમાં સંઘયણ હોતા નથી. જો કે આગમમાં દેવોને વજઋષભનારાય સંઘયણવાળા કહ્યા છે પરંતુ તે માત્ર શક્તિની અપેક્ષાએ જ જાણવું. વાસ્તવિક રીતે દેવોને સંઘયણ હોતું નથી ફક્ત વજઋષભનારાચ સંઘયણવાળા મનુષ્ય તિર્યંચની જેમ દેવોનું શરીર અત્યંત મજબૂત હોય છે.
સંઘયણના ભેદ અને વિવેચન – સંઘયણના છ ભેદ છે. ૧) વજઋષભનારાચ સંઘયણ - વજ કહેતાં ખીલી. એટલે ખીલાના આકારનું હાડકું, ઋષભ એટલે પાટાના આકારનું હાડકું, નારાચ એટલે મર્કટબંધ = જેમાં બે હાડકાં સામસામે એકબીજાને વીંટળાઈને રહેલા હોય. મર્કટ એટલે વાંદરો. જેમ વાંદરાનું બચ્યું તેની માતાના પેટે જે રીતે વળગેલું હોય છે, તે એવું મજબૂત વળગેલું હોય છે કે તેની માતા છલાંગ મારે ત્યારે બચ્ચું ઉલટું થઈ જાય છે છતાં પડતું નથી, તેમ મજબૂત બે હાડકાંની આરપાર નીકળવાવાળી રચના વિશેષ તે મર્કટબંધ કહેવાય છે. તેને નારાચ કહેવાય છે. સંવનન એટલે હાડકાંનો સંચય.
જ્યાં બે હાડકાં મર્કટબંધની જેમ એકબીજાને વીંટળાયેલા હોય તે બંને હાડકાં ઉપર પાટાના આકારે હાડકું વીંટળાયેલું હોય અને એ પાટાને અને મર્કટબંધ રૂપ બે હાડકાં એ ત્રણે હાડકાંને ખૂબજ દઢ કરવા માટે ખીલા જેવી રચનાવાળા હાડકાંથી મજબૂત કર્યું અર્થાત્ વજ જેવું હાડકું એ ત્રણેની આરપાર જઈને મજબૂતાઈ બક્ષે છે. એવી રચનાવાળા સંઘયણને વજઋષભનારાચ સંઘયણ કહે છે.
આ કથનનો ભાવાર્થ એવો છે કે જે સંઘયણમાં હાડકાં વજમય અત્યંત મજબૂત હોય. તૂટે નહિ એવા હોય તે વજઋષભનારાચ સંઘયણ. લોઢાના જેવું ઘણું જ મજબૂત સંઘયણ ૨) ઋષભનારાચ સંઘયણ - આ પ્રકારની રચનામાં વજ કહેતા ખીલી જેવું હાડકું ન હોય પરંતુ મર્કટબંધ અને એના ઉપર વીટાળેલા પાટા જેવું હાડકું હોય. એને ઋષભનારાજ સંઘયણ કહે છે. અર્થાત્ વજ જેવું મજબૂત નહિ થોડું ઓછું મજબૂત. ૩) નારાચસંઘયણ - જે રચનામાં બંને હાડકાં મર્કટબંધથી જ બંધાયેલ હોય. એમાં વજ અને ઋષભ (પાટા આકારનું હાડકું) બંને ન હોય. એને નારાજ સંઘયણ કહે છે. ઉપર કરતાં મજબૂતાઈ ઓછી હોય. ૪) અર્ધનારાચ સંઘયણ - આ પ્રકારની રચનામાં એક પડખે મર્કટબંધ બીજી બાજુ મર્કટબંધ ન હોય. અથવા તો એક બાજુ નારાજ અને બીજી બાજુ માત્ર ખીલી હોય. બંને હાડકાં સ્વતંત્ર માત્ર હોય તેવી મજબૂતાઈવાળી જે હાડકાંની રચના તે અર્ધનારાજ સંઘયણ. ૫) કીલકુ (કીલિકા) સંઘયણ - જેમાં બંને હાડકાં એકબીજાને પરસ્પર સીધા જોડાયેલા