________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત માપ તે ઉત્સેધ આંગુળ (શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ - પૃ. ૯૬) અથવા મહાવીર પ્રભુના આત્માંગુલથી અર્ધ આંગુલ હોય તે ઉત્સેધ આંગુલ. (એજન - પૃ. ૨૧૬). પ્રયોજન ઉત્સેધ આંગુલથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમના શરીરની અવગાહના માપવામાં આવે છે.
૩. પ્રમાણાંગુલ -
परमप्रकार्षरूपं मानं प्राप्तम् अंगुलं प्रमाणागुलम्
જે પરમ ર્પકર્ષરૂપ માન - પરિણામને પ્રાપ્ત છે એના કરતા બીજો કોઈ અંગુલ નથી અથવા યુગના પ્રારંભમાં સમસ્ત લોકવ્યવહારની અને રાજ્યાદિની સ્થિતિના પ્રણેતા હોવાથી પ્રમાણભૂત ભગવાન ! આદિનાથ કે ભરત થયેલ છે તો એમનો જે અંગુલ છે તે પ્રમાણાંગુલ છે. આ પ્રમાણે પ્રમાણ પુરૂષના જે અંગુલ છે, તે પ્રમાણાંગુલ છે એવો પણ આનો વાચ્યાર્થ થઈ શકે છે. અથવા તો ૧૦૦૦ ઉત્સેઘ આંગુલ બરાબર એક આંગુલ તે પ્રમાણાંગુલ. (એજન/અનુયોગ - ૨, પૃ. ૨૧૬)
પ્રયોજન રત્નપ્રભાવગેરે પૃથ્વીઓના રત્નકાંડોના, પાતાલ કળશોના, ભવનપતિ દેવોના આવાસોના, દેવ વિમાનો આદિ શાશ્વતી વસ્તુઓના માપ માટે વપરાય છે. સંઘયણ
પ્રાપ્ત શરીરની મજબૂતાઈને જાણવા સંઘયણનું વિવેચન પ્રસ્તુત છે. સંઘયણની વ્યાખ્યા વિવિધ ગ્રંથોને આધારે - પર્યાયવાચી નામ સંહનન ૧) હાડકાંની વિશેષ રચના
ર) જેના દ્વારા શરીરના પુદ્ગલો દૃઢતા પ્રાપ્ત કરે છે. તેનું નામ સંઘયણ છે. (શ્રી અભિધાન રાજેન્દ્રકોષ, (સંસ્કૃત) ભાગ - ૭ પૃ. ૮૨ થી ૮૩) ૩) જેના ઉદયથી અસ્થિઓનું બંધન વિશેષ હોય તેને સંઘયણ કહે છે.
(ઠાણાંગ, કર્મગ્રંથ ભા.૧ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. ગા. ૩૮ - ૩૯) ૪) શરીરનો બાંધો. જે વડે શરીરના અવયવો તેમ જ હાડકાંઓ વિશેષ મજબૂત થાય તે સંઘયણ. (ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી ભા - ૯ પૃ. ૮૬૧૪) ૫) હાડકાંઓના સંચયને સંઘયણ કહે છે. (ધવલા ૬/૧, ૯, ૧૩૬/૭૩/૮) ૬) જેના ઉદયથી અસ્થિઓનું બંધન વિશેષ થાય છે તે સંહનન નામ કર્મ છે. (સ. સિ. ૮/૧૧/૩૯૦/૫) (પાઠાવલી - ૨ પૃ. ૩૧)
૭) શરીરની મજબૂતાઈ -
સાંખ્યદર્શનમાં સંહનન એટલે સૃષ્ટિજનક જડ દ્રવ્યોનો સંયોગ. એ સંયોગવાળા જે દ્રવ્યો છે એ બધા સંહનન દ્રવ્યો કહેવાય છે.
શરીરની મજબૂતાઈ અસ્થિની રચનાની મજબૂતાઈ ઉપર આધાર રાખે છે. જેટલી અસ્થિની રચના મજબૂત, તેટલી શરીરની મજબૂતાઈ જાણવી. (કર્મગ્રંથ ભા.૧ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.-૧, પૃ. ૧૪૨) આ કારણથી અસ્થિની રચના જાણવી