________________
૨૬૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોય છે અને તેના ઉપર માત્ર ખીલી હોય. સાણસીની જેમ બે હાડકાંની વચ્ચે ખીલાના આકારવાળું હાડકું માત્ર હોય તે કિલિકા સંઘયણ. ૬) છેવટું (સેવાર્ત) સંઘયણ - છેદસ્કૃષ્ટ - છેવટું, છેદ = છેડા, પૃષ્ઠ = અડેલા. જયાં છેડા માત્ર અડેલા છે તેથી છેદસ્કૃષ્ટ કે છેવટું સંઘયણ છે. જયાં વજ, ઋષભ કે નારાચ કાંઈ જ નથી માત્ર બે હાડકાંના છેડા અડીને જેમાં રહેલાં છે. સહેજ ધક્કોમાત્રા લાગતાં ખસી જાય છે તે છેવટું સંઘયણ છે. આ સંઘયણમાં હાડકાંઓ એકબીજાના ખૂણાઓ વડે મળેલાં રહે છે. આ સંઘયણ સૌથી નબળું કહેવાય.
અત્યંગ, મર્દન વગેરે સેવા વડે ઋત એટલે વ્યાપ્ત તે સેવાર્ત સંઘયણ એટલે હાડની સંધીઓમાં તેલાદિકનું વારંવાર મર્દન કરવાથી વિશેષ દઢ રહે છે તેથી તેને સેવાર્ત સંઘયણ કહે છે. આ સંઘયણમાં હાડના બે છેડામાં એક છેડો ખોભણ - ખાડાવાળો હોય છે અને બીજો છેડો ખાડા વિનાનો હોય. તે ખોભણવાળા છેડાની ખોભણમાં ખાંડણીયામાં રાખેલા સાંબેલાની પેઠે માત્ર અડકીને જ રહ્યો હોય છે, જેથી કોઈ પણ એક છેડો જોરથી ખેંચવામાં આવે તો તે ખોભણમાં બેઠેલો છેડો બહાર નીકળી જાય છે, ત્યારે લોકમાં કહેવાય છે કે હાડકું ઉતરી ગયું અને કોઈ વખતે બંને છેડાને ધક્કો વાગતાં છેડો એક બીજા પર ચઢી જાય ત્યારે લોકમાં કહેવાય છે કે હાડકું ચઢી ગયું.
| (શ્રી જેનજ્ઞાન સાગર. વિરાણીનું પૃ. ૧૨૧) આ પ્રકારના સંઘયણવાળું શરીર તેલના માલીશની અને થાક લાગે ત્યારે વિશ્રામ આદિ રૂપ પરિશીલતાની અપેક્ષા રાખે છે તેથી એવા સંઘયણને સેવાર્ત (છેવટનું) સંઘયણ કહે છે. સેવા + ઋત = સેવાથી યુક્ત છે તેથી સેવાર્ત.
ક્યા સંઘયણવાળા મરીને ક્યાં ઉત્પન્ન થાય તે. ૧) વજઋષભનારાચ સંઘયણવાળા - કર્મભૂમિના મનુષ્ય પાંચ અનુત્તર વિમાના સુધી જાય. અને નારકીમાં સાતમી નરક સુધી જાય. દેવના બધા ભેદમાં જઈ શકે. એવી રીતે નારકીના બધા ભેદમાં જઈ શકે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય દેવલોકમાં આઠમા દેવલોક સુધી જાય અને સંજ્ઞી તિર્યંચમાંથી માત્ર જલચર સાતમી નરક સુધી જાય. ૨) ઋષભનારાચ સંઘયણવાળા - કર્મભૂમિના મનુષ્ય નવ ગ્રેવચક સુધી જાય (અનુ. માં ન જાય) નારકીમાં ૬ઠ્ઠી નરક સુધી જાય. ૩) નારાજ સંઘયણવાળા - ૧૨મા દેવલોક સુધી - પમી નરક સુધી જાય. ૪) અર્ધનારાચ સંઘયણવાળા - ૮મા દેવલોક સુધી - ૪થી નરક સુધી જાય ૫) કિલીકા સંઘયણવાળા - ૬ઠ્ઠા દેવલોક સુધી - ત્રીજી નરક સુધી જાય ૬) છેવટું સંઘયણવાળા - ૪થા દેવલોક સુધી - બીજી નરક સુધી જાય.
કવિ ઋષભદાસે જીવવિચાર રાસમાં કોને કેટલા સંઘયણ છે તે નીચેની ગાથાઓમાં બતાવ્યું છે. ૬૮ થી ૮૯ ગાથામાં એકેન્દ્રિયના ભાવ છે. ત્યાં સંઘયણનો કોઈ ઉલ્લેખા નથી. ત્યાર પછી ૯૦ થી ૯ ગાથામાં બેઇંદ્રિયની પ્રરૂપણા છે તેમાં ગાથા નં. ૯૧ માં