________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૧૯ આ ગાથાથી સ્પષ્ટ થાય છે - છીપ કે છીપલાના જીવો દરિયામાં ઉત્પન્ન થાય છે એના બહારના કવચ સફેદ ક્રીમ ઝાંયવાળા હોય છે જે રમકડાં, તોરણ, સુશોભનના કામમાં વપરાય છે. એ છીપલા મેળવવા એમાંના જીવને કાઢીને તડકામાં નાખવામાં આવતો કશે. પાણીમાં તેમ જ છીપમાં રહેનાર જીવ માટે તડકો કેવો વેદનાદાયક હોય એ તો અનુભવનારને જ ખબર પડે. આ તડકો તેના માટે દુઃખદાયક મૃત્યુ લાવવામાં નિમિત્ત બને છે જેને કારણે તે તરફડીને મરી જાય છે. શંખ-છીપ-કોડી વગેરેને પ્રાપ્ત કરીને એના રમકડાં-તોરણ કે સુશોભિત વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ. ત્યાં હશે. તેમ જ બેઈન્દ્રિય જીવોને મારીને ખાવાવાળો વર્ગ પણ હોય જે આવી રીતે જીવોને કાઢીને તડકામાં સૂકાવીને પછી ખાવાના ઉપયોગમાં લેતો હોય. ૪૨ તલઈ હુતાશનિ પ્રગટ કરી, મોટા ગોલા વારિ ભરી,
અઈ અલિ ટોપલા તેહમાં ધરી, જીવ પોહોચાડચા જમની ઘરી. ૪૩ તાવડઈ માંચા નાખી કરી, તા તીવેલું માંહિ ભરી,
જીવ વલો ત્યાંહા માંકણ થઈ, ત્રેઅંદ્રીમાં એ દૂખ સહી.
મોટા ગોળાઓ પાણીથી ભરેલા હોય તેમાં નીચે અગ્નિ પેટાવીને એમાં વિશેષ પ્રમાણમાં ટોપલા ભરીને નાંખ્યા તેમ જ બાંધીને તાવડામાં નાખ્યા પછી તપેલા. ભરીને રાખી મૂક્યા. આ રીતે તેઈંદ્રિયના જીવોને જમના ઘરે પહોંચાડ્યા. ત્યાં આ બધું પડયું રહેતું હશે જેને કારણે ત્યાં માંકડ થઈને જીવ ઉત્પન્ન થતો હશે. આમ તેઈંદ્રયના જીવો ખૂબ દુઃખ પામતા હશે.
આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ત્યારે જીવોની હિંસા વિશેષ થતી હશે. કોઈ ઈયળભક્ષી કે કીડી ખાઉ માનવીઓનું અસ્તિત્ત્વ હશે. કે પછી બીજા જીવોને પણ પાણીમાં ઉકાળાતા હશે. એના તપેલા ભરીને એમ જ પડયા રહેતા હશે જેમાં માંકડ ઉત્પન્ન થતા હશે. તેમ જ વસ્ત્રો સ્ટાર્ચ કરવાના મોટા ગોળાઓ આદિ હશે જેમાં સ્ટાર્ચ ઘણા દિવસ પડ્યા રહે તો એમાં પણ તેઈન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થતા હશે. ૪૬ ડંસ મસા નિ માખી જેહ મુરખ જસ તસ બાલિ દેહ,
વીછી દેખી મૂકઈ ઘાય, ચોરંદ્રી ખૂબ સહ્યા ન જાય.
ડાંસ, મચ્છર, માખીને મૂરખ જીવો બાળી નાંખે ને વીંછીની ઘાત કરી નાંખે એ ચોરેન્દ્રિયના દુઃખ સહન ન થઈ શકે.
ચરેન્દ્રિય જીવોનો ઉપદ્રવ નાશ કરવા માટે ધૂપ વગેરે કરાતા હશે અથવા અગ્નિ પેટાવીને એને બાળીને નાશ કરાતા હશે. જેમાં આજે ડી.ડી.ટી. વગેરેથી મારીએ છીએ તેમ. તેમ જ વીંછીની ઘાત કરવામાં આવતી હશે. આજે મચ્છર કે માખીઓને મારવા ઈલેકિટ્રક લાઈટ વાપરવામાં આવે છે જેમાં આ માખી મચ્છર બળી જાય છે. ૪૮ ભૂખ તરસ ત્યાહા વેઠી બહુ જ્ઞાનવંત તે જાણઈ સહુ,
અજા હર્ણ તણી ગતિ લહી, મંચકાય મરીણો સહી.